રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરખેડા ગામ પાસેથી કિ.રૂ.૪૩,૫૬૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ..
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકતના આધારે સુરખેડા ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ. ૪૩,૫૬૦/- નો મુદામાલ તથા દારૂની હેરફેરી કરવા ઉપયોગમાં લીધેલ રેનો કંપની ની ટ્રાઇબર ફોર વ્હીલર ગાડી નં. GJ-17-CA-2658 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ :-
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૨૬૪
(૨) રેનો કંપનીની ટ્રાઇબર ફોર વ્હીલર ગાડી નં. GJ-17-CA-2658
કી .રૂ .૪૩,૫૬०/-
કી .રૂ .૫,००,०००/-
કી.રૂ .૫,૪૩,૫૬०/-.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here