મોડાસા દાવલી ટોલટેક્ષે લક્ઝરી બસમાંથી ચાંદીના ચોરસા બીસ્કીટ) કુલ નંગ- ૧૨૮ જેની કુલ કિ.રૂ.૪૩,૭૭,૫૨૩.૭૪/-ના શંકાસ્પદ મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી કાયદેસર કાર્યવાહી કરતી અરવલ્લી એસ.ઓ.જી. ટીમ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા શ્રી શૈફાલી બારવાલ, સાહેબ પોલીસ અધિક્ષક, અરવલ્લી – મોડાસા નાઓએ અરવલ્લી જીલ્લામાં ગે.કા. પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધમાં
કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ, જે અનુસંધાને ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સી.એફ.રાઠોડ તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસો રાત્રીના મોડાસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં ના.રા. પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો. રાકેશસિંહ બાલુભા બ.નં.૪૫૨ નાઓને મળેલ
બાતમી હકિકત આધારે દાવલી ટોલટેક્ષ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન લક્ઝરી બસમાંથી નીચે જણાવેલ ઇસમો જોડેથી બે કાળા કલરની બેગોમાંથી ચાંદીના ચોરસા (બીસ્કીટ) કુલ નંગ-૧૨૮ જેનુ વજન ૬૨.૧૬૧ કિ.ગ્રા. જેની
કિ.રૂ.૪૩,૭૭,૫૨૩.૭૪/- નો મુદ્દામાલ શંકાસ્પદ હાલતમાં ભરી લઇ આવી મળી આવતાં સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે લઇ આરોપીઓને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
હસ્તગત કરેલ આરોપી
(૨)
આશીષ સ/ઓ રફીયા પટેલ ઉ.વ.૧૯ રહે.કુપડા તા.બાંસવાડા જી.બાંસવાડા (રાજસ્થાન)
રવિન્દ્રસિંહ સ/ઓ ભોપાલસિંહ ચૌહાણ ઉં.વ.૩૯ રહે.સુજાજીકાગડા, તા.મેતવાલા જી.બાંસવાડા (રાજસ્થાન)
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) શ્રી.સી.એફ.રાઠોડ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર
(૨) અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ
(૩) અ.પો.કો. રાકેશસિંહ બાલુભાઇ
(૪) અ.પો.કો.જયેશકુમાર લાલાભાઇ
(૫) ડ્રા.પો.કો. ભરતકુમાર ચંપકલાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here