મીરાપુરી ગામના ઈજાગ્રસ્તે કાલોલ ધારાસભ્યને રૂબરૂ મળી ન્યાય મેળવવા રજૂઆત કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના મીરાપુરી ગામના કાંતિભાઈ ભલાભાઇ પટેલિયા ટ્રેક્ટર થી ખેતર ખેડવા માટે ઉભા હતા ત્યારે તેમની આગળ આવેલા ખેતરના માલિક છત્રસિંહ ના પુત્ર મનોજ દ્વારા અહીંયા થી ટ્રેક્ટર ન લઈ જશો અમોએ સુઠીયા નુ વાવેતર કર્યું છે તેમ કહી ઝઘડો તો તકરાર કરી ઉશ્કેરાઈ ને મનોજ દ્વારા કાંતિભાઈ ના માથા મા ઈટ મારતા લોહી નીકળ્યું હતું અને તેઓને દવા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગુરુવાર ના રોજ તેઓ માથે પાટો બાંધેલી હાલતમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ને રજૂઆત કરવા કાલોલ તાલુકા પંચાયત ખાતે આવ્યા હતા તેઓએ વેજલપુર પોલીસ સ્ટેશન ના સ્ટાફ વિરુદ્ધ રજૂઆત કરી ન્યાય માટે મેળવવા અપીલ કરી હતી અને પોલીસ દ્વારા તેઓને ઈજા થઈ હોવા છતાં પણ કનડગત કરતા હોવાની રજૂઆત કરી હતી ધારાસભ્ય દ્વારા સાંભળી પોલીસ સ્ટેશન ફોન કરી જરૂરી સુચના આપી હતી અત્રે નોંધનીય છે કે સામા પક્ષકાર મહેન્દ્રસિંહ દ્વારા કાંતિભાઈ સહિત ચાર ઈસોમો સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here