બોડેલીના પીઠા પાસે એસટી બસ અને ટ્રકનો સર્જાયો ગંભીર અકસ્માત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ડભોઇ હાઇવે પર પીઠા ગામ પેટ્રોલ પંપ પાસે પોરબંદર થી કવાટ જતી એસટી બસ નંબર Gj 18 z 7071 અને મધ્ય પ્રદેશથી ઘઉં ભરેલી ટ્રક વડોદરા તરફ જતી ટ્રક નંબર mh 18 BG 4886 ટ્રક અને એસટી બસ આજે વહેલી સવારે 06:00 વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસ ચાલક તેમજ ટ્રક ચાલકને ગંભીર ઈજા થઈ હતી ઇજાગ્રસ્તને 108 દ્વારા બોડેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બસમાં મુસાફરી કરતા મુસાફરનો આભાર બચાવ થયો હતો બસ અને ટ્રક ના અકસ્માત થતા બે કિલોમીટર લાંબી લાઈનની કતાર લાગી ગઈ હતી બસમાં મુસાફરી કરતા મુસાફરો બે કલાક અટવાયા હતા બોડેલી પોલીસને જાણ થતા બોડેલી પોલીસ સ્થળ પર આવીને એક પ્રાઇવેટ ક્રેન દ્વારા ટ્રકને અને બસને રસ્તા ઉપરથી હટાવી અને ટ્રાફિકને હળવો કર્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here