પ્રદુષણ નિયંત્રણ એકટ હેઠળ ઔધોગિક એકમ ને દંડ અને ભાગીદારને બે વર્ષ ની સજા ફટકારતી કાલોલ કોર્ટ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ભારત પેટ્રોકેમિકલસ કૉર્પોરેશન નામની કંપની અને તેના બે ભાગીદારો ઉપર ૨૭ વર્ષ અગાઉ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપની મા વ્હાઈટ ઓઇલ અને સોલવન્ટ નું ઉત્પાદન દરમ્યાન કાચા માલ તરીકે કેરોસીન, ડીઝલ, સલ્ફરિક ઍસિડ નો ઉપયોગ કરતા સમયે ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન ઉદભવતુ પ્રદુષિત પાણી શુદ્ધ કર્યા વગર રોજનું ૫૦૦ લીટર પાણી બહાર કાઢતા હોવાનુ જણાવેલ અને વોટર પોલ્યુશન એકટ ની જોગવાઈઓ મુજબ ઉદ્યોગ શરૂ કરતા પહેલા બોર્ડ ની મંજુરી લેવાની હોય છે તથા કાયદાની કલમ ૨૪ અને ૨૫ મુજબ પ્રદુષિત પાણી નાં નિકાલ માટે સંમતિ મેળવી સંમતિ માં જણાવેલ શરતો મુજબ કામ કરવાનુ હોય છે તેમ છતા પણ કાલોલની આ કંપની દ્વારા કાયદાનો ભંગ કરી પ્રદૂષિત પાણી બહાર કાઢતા અધિકારી ની મુલાકાત દરમ્યાન તા ૦૫/૦૧/૧૯૯૫ નાં રોજ નોટિસ આપી હતી અને કંપનીના જવાબદાર વ્યકિત ની હાજરીમા પ્રદુષિત પાણી નો નમુનો લેવામા આવ્યો હતો જે બાબતે કંપની ઉપર તથા તેના બે ભાગીદારો (૧) પી આર. શાહ (મરણ) અને (૨) એન આર શાહ ઉપર ફરીયાદ દાખલ કરવામાં આવી હતી જે અંગેનો કેસ ૨૭ વર્ષના લાંબા આરોહ અવરોહ વચ્ચે થી કાનુની દાવ પેચ માં થી પસાર થઈ ને આ કંપની દ્વારા હાઈલી એસિટિક પાણી બહાર કાઢતા હોવાનુ પુરવાર થયેલ હોય ફરિયાદ પક્ષે એડવોકેટ જે એસ પટેલ ની દલીલો ને ધ્યાને લઈ બોર્ડ દ્વારા વોટર એક્ટ ની કરેલી જોગવાઈઓ નું પાલન નહીં કરેલ હોવાનુ પુરવાર થતા કાલોલ નાં એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી એસ શાહે આરોપી ને જીપીસીબી એકટ કલમ ૪૩,૪૪,૪૭ મુજબ તકસીરવાન ઠેરવી કંપની ને દશ હજાર રૂપિયાનો દંડ અને ભાગીદાર એન આર શાહ હાલ રે. મુંબઈ ને બે વર્ષ ની સાદી કેદની સજા અને રૂ દશ હજાર નો દંડ નો હુકમ કર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા નો હુકમ કર્યો છે બચાવ પક્ષ દ્વારા કંપની બંધ થઈ ગઈ હોય ભાગીદાર અવસાન પામ્યા હોય ભાગીદારી પેઢી નું પણ વિસર્જન કરાયું હોવાનુ જણાવેલ હતુ પણ તેનો કોઇ પુરાવો રજૂ કરેલ નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here