પંચમહાલ : રાજ્યના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીશ્રીએ ગોધરાના ચંચોપા ખાતે નિર્માણાધિન નવીન મેડિકલ કોલેજની મુલાકાત લીધી

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે ગોધરાના ચંચોપા ખાતે નિર્માણાધિન નવીન મેડિકલ કોલેજની મુલાકાત લઈને વિવિધ કામોની સમીક્ષા કરી હતી.આ પ્રસંગે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા કલેકટર સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારશ્રી દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બને તેના અનુસંધાને ગતરોજ કેન્દ્ર સરકારશ્રી દ્વારા ગોધરા તાલુકાના ચંચોપા ખાતે ૧૦૦ સીટો માટે મેડિકલ કોલેજની મંજૂરી મળી હતી.આ મેડિકલ કોલેજનું બાંધકામ ૨૦ એકર જગ્યામાં નિર્માણ પામી રહ્યું છે. જે મેડિકલ કોલેજની સાથે વિધાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ પણ બની રહી છે.ઘર આંગણે મેડિકલ કોલેજ મળવાથી પંચમહાલ સહિત આજુબાજુના દાહોદ,મહીસાગર સહિતના આદિવાસી જિલ્લાના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ કરવામાં અનુકૂળતા રહેશે તથા સ્વાસ્થ્યની સેવાઓમાં પણ વૃધ્ધિ આવશે.
આ તકે ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી,મોરવા હડફ ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથાર,જિલ્લા અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ,જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એમ.આર.ચૌધરી સહિત એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here