પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લાના નાગરિકો આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમનો વધુમાં વધુ લાભ મેળવે  તેવી અપીલ કરતા નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી

વીજળી, બેંક, પેન્શન, જમીનને લગતા પ્રશ્નો બાબતે થયેલ વિવિધ કામગીરીની કરાઈ સમીક્ષા

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટરશ્રી કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાએ ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધીઓ, લોકાભીમુખ વહીવટ, નાગરીક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી.આ પ્રસંગે તેમણે સ્વાગત સપ્તાહ અંતર્ગત ગ્રામ્ય લેવલે લોકોના વિવિધ પ્રશ્નોને સ્વીકારી આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો.

આ બેઠકમા ધારાસભ્યશ્રી જયદ્રહસિંહજી પરમાર,શ્રીમતી નિમીષાબેન સુથાર અને શ્રી ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગત વિવિધ પ્રશ્નો બાબતે વિવિધ ખાતાઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં અગાઉના વીજળી,બેંક, પેન્શન અને જમીનને લગતા પ્રશ્નો બાબતે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here