પંચમહાલ જિલ્લામાં 21મી માર્ચથી મોટર સાયકલ વાહનો માટે નંબરની નવી નોન ટ્રાન્સપોર્ટ સિરીઝ શરૂ થશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પસંદગીના નંબરો મેળવવા 16થી 18 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

પંચમહાલ જિલ્લામાં પ્રાઈવેટ સ્કૂટર/મોટર સાયકલ વાહનો માટે તા. 21.03.2022નાં રોજથી જીજે-17-સીસી 0001 થી 9999 સુધીનાં નંબરની નવી નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ શરૂ કરવામાં આવશે. જેમાં પસંદગીનાં નંબરો મેળવવા માંગતા અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની તારીખ 16.03.2022 સવારે 10.30 કલાકથી તા. 18.03.2022નાં સાંજે 18.00 કલાક સુધીનો રહેશે. બિડીંગ તા. 19 અને 20 માર્ચ, 2022નાં રોજ સવારે 10.30 કલાકથી સાંજે 18.10 કલાક સુધીનો રહેશે. ત્યારબાદ તા. 21.03.2022નાં રોજથી પસંદગીનાં નંબરોની ફાળવણી કરવામાં આવશે. સદર પસંદગીનાં નંબરોની અરજી વેબસાઈટ https://parivahan.gov.in/fancy/ પર કરી શકાશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા અરજદારોએ તેઓનાં વાહનનો કર ભર્યા તારીખથી દિન-07 (સાત)ની અંદર ઉપરોક્ત દર્શાવેલ વેબસાઈટ ઉપર જઈ સીએનએ ફોર્મ ભરવું ફરજિયાત છે. જો અરજદાર આ સીએનએ ફોર્મ ભરવાનું ચૂકી જશે તો પસંદગીનો નંબર મેળવવા માટે યોગ્યતા ધરાવશે નહીં જેની ખાસ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here