પંચમહાલ : આગામી ૨૩ જૂનના રોજ ત્રિમંદિર ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો તથા સ્વ-રોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ તથા મહીસાગર દ્વારા તારીખ ૨૩-૦૬-૨૦૨૩એ સવારના ૧૦:૦૦ કલાકે ત્રિમંદિર,અમદાવાદ ગોધરા હાઇવે રોડ,ગોધરા ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે જિલ્લા ક્ક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાશે. જેમાં ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે એમ.જી મોટર હાલોલ, આર.બી કાર્સ ગોધરા, વેરોક એન્જીનીયરીંગ લી હાલોલ, પ્રેસિડેન્ટ હ્યુન્ડાઈ ગોધરા, એલ.એમ વિન્ડ બ્લેડ્સ ઇન્ડિયા પ્રા.લી હાલોલ, ગુરુકુળ મેનેજમેન્ટ લી.ગોધરા, જય જલારામ બ્રિકસ ગોધરા, એલ.આઈ.સી હાલોલ, શ્રી રાજ એપ્રલ્સ ગોધરા, એમ.આર.એફ ટાયર્સ ભરૂચ, એસ.બી.આઈ લાઈફ ગોધરા, શ્રી રાજ એપ્રલ્સ ગોધરા, કોજંટ ઈ સર્વિસ વડોદરા, ઇન્ટેગ્રા એન્જીનીયરીંગ ઇન્ડિયા લી યુનિટ -૧ હાલોલ, મેક કન્સલ્ટન્ટ વડોદરા, વાય.એસ.એફ સ્કીલ ફાઉન્ડેશન હાલોલ, ક્વીસ કોર્પ લી અમદાવાદ, સેફલર ઇન્ડિયા લી. સાવલી વડોદરા, પ્રમુખ લેબર સર્વિસ હાલોલ, બડવે એન્જીનીયરીંગ હાલોલ, યશસ્વી ગ્રુપ એકમો દ્વારા ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ માટે ધોરણ ૦૮ પાસ કે તેથી વધુ,ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ, આઈ.ટી.આઈ (ટેકનીકલ ટ્રેડ), ડીપ્લોમા (ટેકનીકલ ટ્રેડ) તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૨ વયમર્યાદા ધરાવતા અનુભવી, બિન-અનુભવી ઉમેદવારોને ઈન્ટરવ્યું પ્રક્રિયા દ્વારા રોજગારીની તક આપવામાં આવશે. ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર અધિકારીશ્રી ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here