નિયામકની કચેરી દ્વારા કર્મચારીની તરફેણ કરી એકતરફી સુનાવણી યોજાતા કાલોલના મંડળ દ્વારા વીજીલન્સને રજુઆત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

એક જ ગુનાની સજા બે વાર ન થાય તેવા” Double Jeopardy” ના ચુકાદા મંડળે રજુ કર્યા

કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કૂલ મુ કાલોલ ના બરતરફ કરાયેલા કર્મચારી શ્રીમતી તૃપ્તિબેન પ્રભાકર વોરા બાબતે ગ્રાન્ટ કાપ ની ગાંઘીનગર ખાતે એકતરફી સુનાવણી યોજી રાજકિય દબાણો હેઠળ અગાઉ કાપેલ ગ્રાન્ટ ના તમામ મુદ્દાઓ યથાવત રાખી તેજ મુદ્દે પુનઃ સુનાવણી રાખવામા આવી હતી. જેથી મંડળ દ્વારા રેસ જુડીકેટા અને ડબ્લ જીઓપાર્ડી ના સિદ્ધાંતો અને એપેક્ષ કોર્ટે નાં ચુકાદા રજુ કરી અગાઉ જે મુદે ગ્રાન્ટ કાપ કરી તેજ મુદ્દે ફરી થી ગ્રાન્ટ કાપ કરી શકાય નહીં તેવી દલીલો કરી હતી.આ અગાઉ કાલોલ ના મંડળે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિટ દાખલ કરી કમિશનર કચેરી ના ધમકી ભરેલ બે પ્રોસિંડિંગ બાબતે દાદ માગી હતી જેમા ગુજરાત હાઈકોર્ટ દ્વારા બચાવની યોગ્ય તકો આપી અલગ અલગ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. મંગળવાર ની સુનાવણી દરમિયાન ગોધરા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી માથી પોણા બે કલાક સુધી કોઈ હાજર થયેલ નહોતું તેમજ કમિશન કચેરી નાં લીગલ એડવાઇઝર સુનાવણી દરમિયાન કમિશનર ની ઉપરવટ જઇને પોતે જ સુનાવણી નું સંચાલન કરતા હતા અને સરમુખત્યારશાહી વાપરીને કોઈને બોલવા દેતા નહોતા જેથી મંડળ ના વકીલ પી. એમ.શેખ અને ટ્રસ્ટીઓ એ જોરદાર દલીલો કરી વાંધો લીધો હતો વધુમાં જીલ્લા શિક્ષણાધિકારી એ જાતે હાજર રહેવાને બદલે તેમની ઓફીસ નાં અધિક્ષક ને કોઇ પણ પ્રકારની ઓથોરિટી વગર સુનાવણી મા મોકલી આપ્યા હતા. મંડળના વકીલ પી એમ શેખે વાંધો લઈને કાર્યવાહી ના દસ્તાવેજો ની લેખીત નકલો માંગતા નકલો આપવામા ભારે આનાકાની બાદ નકલો આપી હતી અને અસરગ્રસ્ત પક્ષકાર ને જોડાવવા ની અરજી પણ લીગલ એડવાઈજર દ્વારા ફેંકી દેવામા આવી હતી મંડળ દ્વારા ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી અને વીજીલન્સ અને સચીવ ને કમિશનર કચેરી ના પી આર રાણા અને નવનીત મહેતા મંડળ પ્રત્યે પૂર્વગ્રહ રાખી સુનાવણી કરતા હોઈ તટસ્થ અધિકારીઓ મારફતે સુનાવણી રાખવાની લેખીત રજુઆત પણ કરેલ છે. મંગળવાર ની સુનાવણી માં મજાક રૂપ સુનાવણી રાખતા મંડળે ગુજરાત સરકાર ના શિક્ષણ સચીવ અને વીજીલન્સ સાથે નિયામક ને પણ મેઇલ દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રજુઆત કરી યોગ્ય તપાસ કરાવવા માંગ કરતા ચકચાર મચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here