નાંદોદ તાલુકાના ઉમરવા ગામે પોતાના ઘરમાં વિમલ પાન પડીકીના પડીકા તથા તમાકુ તથા સિગારેટની ડબ્બીઓનું વેચાણ કરતા મહિલા ઝડપાઇ….

નાંદોદ,(નર્મદા)
મનોજ પારેખ (સેલંબા)

નાંદોદ તાલુકાના ઉમરવા ગામે પોતાના ઘરમાં વિમલ પાન પડીકી ના પડીકા તથા તમાકુ તથા સિગારેટની ડબ્બીઓ નું વેચાણ કરતા મહિલા ઝડપાઇ ગઈ હતી આ અંગે આમલેથા પોલીસ મથકે ફરિયાદી એસ.ડી.પટેલ પો.સ.ઇ આમલેથા એ આરોપી સુરેખાબેન રમણભાઈ પાવા (રહે, ઉમરવા)સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ હાલમાં કોરોનાવાયરસ ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય અને જિલ્લા મેજીસ્ટ્રેટ ના નર્મદાના જાહેરનામા અન્વયે પાનપડીકી,તમાકું જાહેરમાં વેચાણ કરવાનું બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડેલ હોય તેમ, છતા આરોપી સુરેખાબેન પોતાના ઘરમાં વિમલ, પાનપડીકીના તથા તમાકુ નંગ 30 તથા સિગારેટની ડબ્બી નંગ -3 નું વેચાણ કરતા પકડાઈ જતા, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here