નસવાડી સ્ટેશન વિસ્તારના ખાટકીવાડમા ભૂગર્ભ ગટર ચોકઅપ થતા પ્રજાજનો હેરાન

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી સ્ટેશન વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થતા પ્રજામાં રોષ ભાભૂગી ઉઠ્યો છે વારંવાર મૌખિકમા રજૂઆતો કરવા છતા તંત્ર કોઈ ધ્યાન આપવા માટે તૈયાર નથી ગટર લાઇન ચોકઅપ થયે એક મહિના જેટલો સમય વીતી ગયો છે અને વારંવાર રજૂઆતો કરવા છતા આજદિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી અને હવે લોકો વેરો નહી ભરવાનો મૂળ બનાવી બેઠા છે તલાટી ને પણ મૌખિક મા રજૂઆતો કરી છે પરંતું આંખ આડા કાન જેવી પરિસ્થિતિ આ વિસ્તાર માટે સર્જાઈ છે હાલ વહીવટદાર નું શાશન છે પરંતું આ ગંધાતી ગતરનો કોઈ નિકાલ આવેલ નથી ભૂગર્ભ ગટર ચોકઅપ થવાના કારણે ખુબ દુર્ગંધ આવેછે જો આના કારણે લોકો બીમાર પડે તેવી સ્થિતી સર્જાય છે આ ગંધાતી ગટર ને કારણે બીમારી ફેલાય તો જવાબદાર કોણ? લોકો પુછી રહયા છે કે ક્યારે આ ગંધાતી ગટર નો નિકાલ આવશે સતત એક મહિનો વીતી ગયો છે તો ક્યારે આ ચોકઅપ થયેલી ગટરોનો નિકાલ નસવાડી પંચાયત લાવશે? તેવા અનેક સવાલો ખાટકીવાડ વિસ્તારના લોકો કરી રહ્યા છે લોકોના જણાવ્યા મુજબ આ અમારી વેદનાને કોણ સમજશે અને અમારે ફરીયાદ કરવી તો કોને કરવી તેમ જણાવી રહ્યા છે તો સ્ટેશન વિસ્તારના ખાટકીવાડ વિસ્તારના લોકોની માંગ છે કે વહેલીતકે આ ચોકઅપ થયેલી ગટર ગંધાય છે તેનો નિકાલ કરવા પ્રજાની સખત માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here