નર્મદા : દારૂની બદીને ડામવા બે દિવસમાં બે જગ્યા પર સપાટો બોલાવી દારૂ ઝડપી પડતી તિલકવાડા પોલીસ…

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડા પોલીસ દ્વારા દારૂનું વેચાણ ડામવા સપાટો બોલાવી રોજે-રોજ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના કારણે બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે તિલકવાડા પોલીસ દ્વારા બે દિવસમાં બે જગ્યા પરથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

તા 12 ના રોજ તિલકવાડા પી.એસ.આઈ( એ.એમ.પરમાર )પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન દેવલયા ચોકડી પાસે હાજર હતા તે દરમિયાન રાજપીપલા તરફથી બે ઈસમ બાઈક પર કંતાનના થેલા સાથે આવતા તેમને ઉભા રાખીને ચેકીંગ દરમિયાન થેલામાંથી 46.લીટર દેશી દારૂ મળી આવ્યો હતો તિલકવાડા પોલીસ દ્વારા મુદ્દામાલ કબ્જે કરીને બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બન્ને આરોપીઓને કોરોનાની તપાસ માટે તિલકવાડા આરોગ્ય ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

તા 14 ના રોજ તિલકવાડા પી.એસ.આઇ (એ.એમ.પરમાર) ને બાતમી મળતા પોતાના સ્ટાફ સાથે ખાનગી વાહનમાં ગંભીર પુરા ગામ નજીક છટકું ગોઠવી ગેગડયા તરફથી બાઈક પર બે વ્યક્તિ કંતાનનો થેલો લઈને આવતા તેમને રોકીને તપાસ કરતા થેલામાંથી જુદા-જુદા લેબલ વારી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની 4260 ના કિંમતની કુલ 12 બોટલો મળી આવી હતી તિલકવાડા પોલીસ દ્વારા મુદ્દામાલ કબ્જે કરીને બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બન્ને આરોપીઓને કોરોનાની તપાસ કરવા માટે તિલકવાડા આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here