નર્મદા જીલ્લાના બોગજ ગામે સરપંચની ચૂંટણીમાં BTP નાં આગેવાનો દ્વારા સાંસદ મનસુખ વસાવાના સાડા ઉપર હુમલાનો મામલો બિચક્યો…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સાંસદના સાડા એ BTP નાં ચૈતર વસાવા સહિત 10 સામે લુંટની ફરીયાદ નોંધાવી

દેડિયાપાડા તાલુકાના બોગજ ગામે સરપંચ ની ચુંટણી ની અદાવત માં ભાજપા સહિત ભારતિય ટ્રાઈબલ પાર્ટી નાં આગેવાનો સામસામે આવ્યા છે, સાંસદ મનસુખ વસાવા ના સાડા સતીશ કુંવરજી વસાવા સહિત અન્ય ઈસમો ને માર મારતાં તેણે પોલીસ મથક માં ભારતીય ટ્રાઈબલ પાર્ટી નાં આગેવાન ચૈતર વસાવા સહિત કુલ 10 ઈસમો સામે પોતાને માર માર્યો સહિત મોબાઇલ તેમજ સોનાની ચેઇન ની આરોપીઓ એ લૂટ કરી હોવાની ફરીયાદ દેડિયાપાડા પોલિસ મથક માં નોંધાવી છે.

સાંસદ ના સાડા સતીશ વસાવા એ પોલીસ મથક માં નોંધાવેલ ફરિયાદ મા જણાવ્યું છે કે તેના ઘર ની સામે સરપંચ ની ચૂંટણી હોય ને પોતાનાં સમર્થન ના ઉમેદવાર માટે વ્હેલી સવારે તેઓ અન્ય ગામ ના લોકો સાથે તાપણું કરી રહ્યા હતા ત્યારે BTP ના ચૈતર વસાવા એ માણસો નાં ટોળા સાથે ઘર સામે આવી કિકિયારીઓ કરી ગાળો આપી જણાવેલ કે આ વખતે અમારોજ સરપંચ જીતશે તમારો કેવો જીતે છે,એમ કહી ફરિયાદી સાંસદ મનસુખ વસાવા ના સાડા ના વાળ પકડી ખેંચ્યા હતા અને ઢીકાપાટુનો માર મારી તેની પાસે ના મોબાઇલ સહીત સોનાની દોઢ તોલા ની ચેઇન તોડી રૂપિયા 61500 ની લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ડેડીયાપાડા પોલિસ મથક માં ચૈતર વસાવા સહિત કુલ10 ઇસમો સામે નોંધાવી છે.

લુંટની ફરિયાદ ખોટી સાંસદના દબાણમાં નોંધાઈ- BTP અગ્રણી બહાદુર વસાવા

આ મામલે સામાં પક્ષે ભારતીય ટ્રાઈબલ પાર્ટી નાં આગેવાન બહાદુર વસાવા એ સાંસદ મનસુખ વસાવા નો સાડો લાખો રૂપિયા લઈ મતદારો ને પ્રલોભન આપતો હોવાનો અને લૂટ ની ખોટી ફરીયાદ સાંસદ ના દબાણ મા કરાઈ હોવાનુ જ્યાવ્યું હતું. અને સાંસદ પોતે સત્તા ના મોહ માં આદિવાસીઓને હેરાન કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here