નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ દ્વારા NCC ના વિવિધ ૧૨ રાજ્યના અંદાજે-૬૦૦ કેડેટ્સને સરદાર પટેલ નર્મદા-૨૦૨૧ ટ્રેકીંગ બેંચ નં-૪ ”નો કરાયો શુભારંભ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

NCC ના કેડેટ્સએ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સહિત વિવિધ સ્થળોની લીધી મુલાકાત

એન.સી.સી. ગ્રૃપ મુખ્યાલય, વડોદરા દ્વારા આયોજીત અને એન.સી.સી. નિયામક ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને અમદાવાદના નેજા હેઠળ NCC ના કેડેટ્સને તાલીમબધ્ધ કરવાની સાથે તેમનામાં સાહસ-શોર્યની ભાવના કેળવાય તેવા હેતુસર આજે રાજપીપલા જીતનગર ખાતે ભાગ લઇ રહેલા વિવિધ ૧૨ રાજ્યના અંદાજે-૬૦૦ જેટલા કેટ્સ, NCC ના અધિકારીશ્રીઓ સહિત જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરી (ઝંડી ફરકાવીને) સરદાર પટેલ નર્મદા-૨૦૨૧ ટ્રેકીંગ બેંચ નં-૪ ” નો શુભારંભ કરાયો હતો.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, ઉક્ત યોજાયેલા કેમ્પ દરમિયાન ભારત ભરમાંથી ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ છતીસગઢ, પંજાબ,ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત વિવિધ ૧૨ રાજ્યના અંદાજે-૬૦૦ કેડેટ્સએ નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ, જંગલ સફારી, કરજણ ડેમ, જુનારાજ અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઇ પટેલ” ની પ્રતિમા “સ્ટેચ્યુ ઑફ યુનિટી” ની મુલાકાત લીધી હતી. આ ટ્રેકીગ કેમ્પ થકી કેડેટ્સોમાં સહાસિક ભાવના, રીત રિવાજ તથા ગુજરાતની અસ્મિતાની આગવી સંસ્કુતિ દર્શાવવાની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here