નર્મદા : જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

દેવલીયાની સસ્તા અનાજના દુકાનદારે રાજીનામુ આપતાં નવી જાહેરાત પડશે

નર્મદા જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ આજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા તિલકવાડા તાલુકાના દેવલીયા ખાતે આવેલ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારનું રાજીનામુ આપવાના કારણે બંધ થયેલ દુકાન માટે ફરીથી જાહેરનામુ પાડી પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ તેમાં કુલ ૬ અરજી આવેલ તે બાબતે સરકારશ્રીની જોગવાઇઓ ધ્યાને લઇ મામલદારશ્રી તિલકવાડા દ્વારા રજુ થયેલ દરખાસ્તને મંજુર કરવા આગળની કાર્યવાહી કરવા સભ્યશ્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરાઇ હતી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યશ્રી અને પૂર્વ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિંહ વસાવા તરફથી રજુ થયેલા પ્રશ્નોનું પણ ત્વરિત નિકાલ કરવાની સુચના અપાઇ હતી.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ માહે. એપ્રિલ અને મે, ૨૦૨૦ માસ દરમિયાન લોકડાઉન અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા NFSA, Non NFSA BPL , Non NFSA APL-1 ના જિલ્લાના કાર્ડધારકોને આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણની કામગીરી સમિતિ સમક્ષ રજુ કરી હતી. વધુમાં ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ NFSA કાર્ડધારકોને વ્યક્તિ દિઠ ૩.૫૦૦ ઘઉં, ૧.૫૦૦ કિ.ગ્રામ ચોખા અને કાર્ડ દિઠ ૧ કી.ગ્રામ ચણાનું વિતરણ કરવાની કામગીરીની સાથે એપ્રિલ માસ દરમિયાન અન્નમ્મબ્રહ્મ યોજના હેઠળ આપવામાં આવેલ લાભ અંગે ચર્ચા કરાઇ. માહે.જુન-૨૦૨૦ દરમિયાન NFSA અને Non NFSA BPL કાર્ડધારકોને તા. ૧૫ મી જુન થી ચાલુ માસના અનાજનું વિતરણ તેમજ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ થનાર વિતરણ તેમજ સરકારશ્રીની અન્ન બહ્મ યોજના- આત્મનિર્ભર યોજના થકી માહે. મે અને જુન માસ દરમિયાન કોઇ લાભાર્થી કુટુંબ પાસે કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટન ન હોઇ માત્ર આધારકાર્ડ ધરાવતા હોઇ તેવા તમામ લાભાર્થી કુટુંબો અનાજ મેળવી શકશે. જેની વિસ્તૃત જાણકારી ઉક્ત બેઠકમાં રજુ કરી હતી.

આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યશ્રી અને પૂર્વ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, જિલ્લામાં આવેલ વાજબી ભાવની દુકાનોના ડીલર્સના પ્રતિનિધીશ્રી, જિલ્લાના માન્ય ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિશ્રી, જિલ્લા તોલમાપના પ્રતિનિધિશ્રી,વેપારીના પ્રતિનિધિ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here