નર્મદા જિલ્લામાં વીજ કંપનીની પ્રિમોનસુન કામગીરીના ધજાગરા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

દેડિયાપાડા તાલુકાના પીપલા કંકાલા ગામે વીજળીના થાંભલાના તાણિયાને અડતાં વીજ કરંટ લાગતા 6 વર્ષીય બાળકનુ મોત

નર્મદા જિલ્લામા ચોમાસા પહેલા પડેલા વરસાદમાજ વીજ કંપનીની પ્રિમોનસુન કામગીરીની પોલ ખુલી હતી. પ્રથમ વરસાદમા જ દેડિયાપાડા તાલુકાના પીપલા કંકાલા ગામમા વીજ કંપનીના થાંભલાના તાણિયાને અડતાં વીજ કરંટ લાગતા એક 6 વર્ષીય બાળકનુ મોત નીપજેલ હતુ.

મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના પીપલા કંકાલા ગામ ખાતે રહેતો સોહમ ઇશ્વરભાઈ વસાવા ઉ.વ. 6 નાઓનો પોતાના મિત્રો સાથે ગામમા જ ભરતભાઈ ફતેસીગ વસાવાના ઘરના આંગણામાં સાંજના સમયે રમતા હતા રમતા રમતા સોહમ ઘરના આંગણામાં જ વીજળી સપ્લાય કરતો થાંભલો હોય તેના તાણિયાને અડતાં તેને ઇલેક્ટ્રિક વીજળીનો ભારે કરંટ લાગ્યો હતો.
જોતજોતામાં ગામના લોકો ભેગા થયા હતા અને તેને સારવાર માટે દેડિયાપાડાના સરકારી દવાખાનામાં લવાયો હતો જયાં તેનું સારવાર દરમિયાન મોત નીપજેલ હતુ. આમ દેડિયાપાડા તાલુકામા પહેલા જ વરસાદે વીજ કંપનીના પાપે એક માસુમ બાળકે પોતાનુ જીવ ગુમાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here