નર્મદા જિલ્લાના ૧૦ ગામોમાં વડના ૭૫ રોપાઓ લેખે કુલ-૭૫૦ રોપાઓનું નદી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે વાવેતર

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગરૂડેશ્વર તાલુકા સેવા સદન ખાતે પણ જિલ્લાકક્ષાની ઉજવણીમાં આસોપાલવ-શુસોભનના ૫૦ રોપાઓનું કરાયું વાવેતર

ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમીતે “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં નદી ઉત્સવની હાથ ધરાયેલી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓના બબ્બે ગામ સહિત જિલ્લાના વિવિધ ૧૦ જેટલા ગામોમાં આયોજીત વૃક્ષારોપણના કાર્યક્રમમાં પ્રત્યેક ગામમાં વડના ૭૫ રોપાઓ લેખે કુલ- ૭૫૦ જેટલા રોપાઓનું વાવેતર કરાયું હતું. જિલ્લાના ભચરવાડા, વાવડી, સાંઢીયા, ગરૂડેશ્વર મહાદેવ મંદિર, વરવાડ, મુરીયા, ટાંકા, મંડાળા, કુંડી આંબા, દેવ મોગરા અને સાગબારા ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતાં.

નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર તાલુકા મથકે તાલુકા સેવા સદન ખાતે ભરૂચ સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષક ડૉ.કે.શશીકુમાર, કરજણ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.એમ.પટેલ, નર્મદા સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક શ્રીમતી ઉર્વશીબેન પ્રજાપતિ, ગરૂડેશ્વર તાલુકા મામદતદાર મિતેષ પારેખ, તાલુકા વિકાસ અધિકારી રાઠવા અને અન્ય કર્મયોગીઓ ઉપરાંત વિવિધ સામાજિક સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા જિલ્લાકક્ષાના વૃક્ષારોપણના કાર્યક્રમમાં આસોપાલવ-શુસોભન વગેરે જેવા ૫૦ જેટલા રોપાઓનું વાવતેર કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here