નર્મદા જિલ્લાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના કાયદા મંત્રીઓ-સચીવોની યોજાયેલી અખિલ ભારતીય કોન્ફરન્સ

એકતા નગર (નર્મદા)આશિક પઠાણ :-

વડાપ્રધાન મોદી એ એકતાનગર ખાતે આયોજિત દેશના કાયદા મંત્રી અને સચિવોની પરિષદને વિડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું

ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજજુએ આ અખિલ ભારતીય કોન્ફરન્સ દેશના કાયદા મંત્રી અને સચિવોની પરિષદને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ વાર્ટચ્યુઅલી આ પરિષદ માં જોડાયા

ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પણ આ અખિલ ભારતીય કોન્ફરન્સમાં હાજરી

ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજજુએ આ પરિષદ યોજવા માટે સરદાર સાહેબ ની જીવંત પ્રેરણાના કેન્દ્ર જેવા આ સ્થળનું સૂચન કરવા અને ઉમદા સુવિધાઓના સૌજન્ય માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બિરદાવ્યા હતા.હતા ,પ્રધાનમંત્રી ના માર્ગદર્શન હેઠળ લાંબા સમયના વિરામ પછી આ પરિષદ યોજી શકાઈ એનો આનંદ વ્યક્ત કરતા કેન્દ્રીય કાયદા મંત્રી એ જણાવ્યું કે આ પરિષદનો વિમર્શ ન્યાય તંત્ર અને વ્યવસ્થાઓને મજબૂત કરવાંમાં નિર્ણાયક બની રહેશે.રાજ્યના મુખ્યમંત્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ખૂબ પ્રોત્સાહક છે.

તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં ઝડપી ગતિથી વિકસી રહેલું અર્થતંત્ર છે.આ પરિષદ નો આશય એક મજબૂત ન્યાયિક પર્યાવરણ ના વિકાસમાં ઉતપ્રેરક બનીને પ્રધાનમંત્રી ના,ન્યાય તંત્ર વિષયક વિઝન ૨૦૪૭ ને સાકાર કરવામાં યોગદાન આપવાનો છે.

તેમણે જણાવ્યું કે ન્યાયતંત્ર પર પડતર કેસોનું ભારણ વધી રહ્યું છે ત્યારે આપણે સાથે મળીને સરળ અને ઝડપી ન્યાય પ્રણાલીના વિકાસ માટે કાર્યરત બનીએ.ઝડપી ન્યાય માટે મિડિયેશન બિલ સંસદ માં ઝડપ થી રજૂ કરવા અને અમલી બનાવવા અમે પ્રયત્નશીલ છે એવો સંકેત તેમણે આપ્યો હતો.દરેકને ઝડપી ન્યાય સુલભ બને તેવી વ્યવસ્થાઓ વિચારવા અને કાર્યાન્વિત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે અદાલત બહાર સરળતા થી વિવાદો નું નિરાકરણ વધે તેવી સુચારુ વ્યવસ્થાઓ વિકસાવવા થી ન્યાય તંત્ર પરનું ભારણ હળવું થશે.ન્યાય તંત્ર અને કાર્યપાલિકા વચ્ચે સુસંક્લન ઉપકારક બની રહેશે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યો અને સંઘ પ્રદેશો એ ન્યાય તંત્ર અને ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવા માટે કરેલી વિવિધ પહેલો અને વ્યવસ્થાઓને આવકારી હતી.

કિરણજી એ ઘર આંગણે ન્યાયની કલ્યાણ પરિકલ્પના સાકાર કરવા આહવાન કર્યું હતું.ઝડપી અને સરળ ન્યાયની ખાત્રી માટે અદ્યતન ટેકનોલોજી ના સુચારુ વિનિયોગ ની એમણે હિમાયત કરી હતી.

તેમણે ફાસ્ટ ટ્રેક કોર્ટ ને ઝડપી ન્યાય માટે આશીર્વાદ રૂપ ગણાવતા આયોજન પ્રમાણે આવી અદાલતો ઝડપ થી કાર્યાન્વિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જરૂરી માળખાકીય સંરચનાઓ ઉપલબ્ધ થવાથી ન્યાય ની પ્રક્રિયા વેગવાન બનશે.

ઝડપી ન્યાયની ખાતરી માટે નવી ટેકનોલોજીના વિનિયોગનો અનુરોધ કરતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારે ન્યાય તંત્રને જરૂરી અદ્યતન માળખાકીય સુવિધાઓ ના વિકાસ અને જરૂરી માનવ સંપદા ની ઉપલબ્ધિનું આયોજન કર્યું છે.ગયા વર્ષના અંદાજપત્રમાં પણ કાયદા અને ન્યાય વિભાગ માટે રૂ.૧૭૦૦ કરોડની જોગવાઈ કરી હતી.

તેમણે કોરોનાના સમયગાળામાં અદાલતોના વર્ચ્યુઅલ સંચાલનની વિગતો આપવાની સાથે સોશિયલ મીડિયા મંચોના સઘન ઉપયોગ ની જાણકારી આપી હતી. ઝડપી ન્યાય માટે અદાલતોને ઇન્ટરનેટ અને ડિજિટલ સુવિધાઓથી જોડવામાં આવી રહી છે.ગુજરાત ન્યાય વ્યવસ્થાની બાબતમાં પ્રધાનમંત્રીશ્રી ના વિઝન ૨૦૪૭ નો અમલ કરી રહ્યું છે.તેમણે કહ્યું કે વિશ્વની સૌ થી મોટી સરદાર પ્રતિમા ના સાનિધ્યે આ પરિષદ યોજાઈ એ આનંદની વાત છે.સરદાર સાહેબે ધિખતી વકીલાત છોડીને પોતાની જાતને રાષ્ટ્ર સેવામાં જોતરી હતી. એ હકીકત ખૂબ પ્રેરણાદાયક બની રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને વડાપ્રધાને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને સૌને ગુજરાતના અતિથિ તરીકે હૃદયપૂર્વક આવકાર્યા હતા.

એકતા નગર ખાતેની બે દિવસીય નેશનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર બાદ ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશના કાયદા મંત્રી ઓ અને કાયદા સચિવ ઓની અગત્યની કોન્ફરન્સ ભારત સરકાર દ્વારા એકતાનગર ખાતે બોલાવવામાં આવી છે. જગ્યાની પસંદગી પણ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કરવામાં આવી છે. સરદાર સાહેબ પોતે પણ વકીલ હતા. આ તબક્કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે કે, 5Gના કારણે કોર્ટમાં ઈ-ફાઈલિંગ સરળતાથી થાય અને કેસોની સુનવણી પણ ઓનલાઈન થઈ શકે. ટેક્નોલોજીના માધ્યમથી ન્યાય પ્રણાલીને કેવી રીતે સરળ બનાવી શકાય અને લોકોને ઘર આંગણે ન્યાય મળે તે માટેનું વડાપ્રધાન એ જે સૂચન કર્યું છે તેનું મનોમંથન અહીં થવાનું છે. પ્રધાનમંત્રી ના,ન્યાય તંત્ર વિષયક વિઝન ૨૦૪૭ ને સાકાર કરવામાં યોગદાન આપવાનો છે.

તેમણે જણાવ્યું કે ન્યાયતંત્ર પર પડતર કેસોનું ભારણ વધી રહ્યું છે ત્યારે આપણે સાથે મળીને સરળ અને ઝડપી ન્યાય પ્રણાલીના વિકાસ માટે કાર્યરત બનીએ.ઝડપી ન્યાય માટે મિડિયેશન બિલ સંસદ માં ઝડપ થી રજૂ કરવા અને અમલી બનાવવા અમે પ્રયત્નશીલ છે એવો સંકેત તેમણે આપ્યો હતો.દરેકને ઝડપી ન્યાય સુલભ બને તેવી વ્યવસ્થાઓ વિચારવા અને કાર્યાન્વિત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે અદાલત બહાર સરળતા થી વિવાદો નું નિરાકરણ વધે તેવી સુચારુ વ્યવસ્થાઓ વિકસાવવા થી ન્યાય તંત્ર પરનું ભારણ હળવું થશે.ન્યાય તંત્ર અને કાર્યપાલિકા વચ્ચે સુસંક્લન ઉપકારક બની રહેશે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યો અને સંઘ પ્રદેશો એ ન્યાય તંત્ર અને ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવા માટે કરેલી વિવિધ પહેલો અને વ્યવસ્થાઓને આવકારી હતી.

કિરણજી એ ઘર આંગણે ન્યાયની કલ્યાણ પરિકલ્પના સાકાર કરવા આહવાન કર્યું હતું.ઝડપી અને સરળ ન્યાયની ખાત્રી માટે અદ્યતન ટેકનોલોજી ના સુચારુ વિનિયોગ ની એમણે હિમાયત કરી હતી.

તેમણે ફાસ્ટ ટ્રેક કોર્ટ ને ઝડપી ન્યાય માટે આશીર્વાદ રૂપ ગણાવતા આયોજન પ્રમાણે આવી અદાલતો ઝડપ થી કાર્યાન્વિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જરૂરી માળખાકીય સંરચનાઓ ઉપલબ્ધ થવાથી ન્યાય ની પ્રક્રિયા વેગવાન બનશે.

ઝડપી ન્યાયની ખાતરી માટે નવી ટેકનોલોજીના વિનિયોગનો અનુરોધ કરતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારે ન્યાય તંત્રને જરૂરી અદ્યતન માળખાકીય સુવિધાઓ ના વિકાસ અને જરૂરી માનવ સંપદા ની ઉપલબ્ધિનું આયોજન કર્યું છે.ગયા વર્ષના અંદાજપત્રમાં પણ કાયદા અને ન્યાય વિભાગ માટે રૂ.૧૭૦૦ કરોડની જોગવાઈ કરી હતી.

તેમણે કોરોનાના સમયગાળામાં અદાલતોના વર્ચ્યુઅલ સંચાલનની વિગતો આપવાની સાથે સોશિયલ મીડિયા મંચોના સઘન ઉપયોગ ની જાણકારી આપી હતી. ઝડપી ન્યાય માટે અદાલતોને ઇન્ટરનેટ અને ડિજિટલ સુવિધાઓથી જોડવામાં આવી રહી છે.ગુજરાત ન્યાય વ્યવસ્થાની બાબતમાં પ્રધાનમંત્રીશ્રી ના વિઝન ૨૦૪૭ નો અમલ કરી રહ્યું છે.તેમણે કહ્યું કે વિશ્વની સૌ થી મોટી સરદાર પ્રતિમા ના સાનિધ્યે આ પરિષદ યોજાઈ એ આનંદની વાત છે.સરદાર સાહેબે ધિખતી વકીલાત છોડીને પોતાની જાતને રાષ્ટ્ર સેવામાં જોતરી હતી. એ હકીકત ખૂબ પ્રેરણાદાયક બની રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને વડાપ્રધાને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને સૌને ગુજરાતના અતિથિ તરીકે હૃદયપૂર્વક આવકાર્યા હતા

એકતા નગર ખાતેની બે દિવસીય નેશનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર બાદ ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશના કાયદા મંત્રીશ્રીઓ અને કાયદા સચિવ ઓની અગત્યની કોન્ફરન્સ ભારત સરકાર દ્વારા એકતાનગર ખાતે બોલાવવામાં આવી છે. જગ્યાની પસંદગી પણ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કરવામાં આવી છે. સરદાર સાહેબ પોતે પણ વકીલ હતા. આ તબક્કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે કે, 5Gના કારણે કોર્ટમાં ઈ-ફાઈલિંગ સરળતાથી થાય અને કેસોની સુનવણી પણ ઓનલાઈન થઈ શકે. ટેક્નોલોજીના માધ્યમથી ન્યાય પ્રણાલીને કેવી રીતે સરળ બનાવી શકાય અને લોકોને ઘર આંગણે ન્યાય મળે તે માટેનું વડાપ્રધાશ્રીએ જે સૂચન કર્યું છે તેનું મનોમંથન અહીં થવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here