નર્મદા : ઉદ્યોગ કમિશનર રાજીવ ગુપ્તા વારંવાર જીલ્લામા આવતાં હોવા છતાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર રામભરોસે કેમ ??

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનો કારકુનોના ભરોસે વહીવટ ક્યાં સુધી ચાલશે ???

મેનેજર સહિત આઇ. પી. ઑ. જનરલ મેનેજર તેમજ વહીવટી ક્લાર્ક ની જગ્યાઓ છેલ્લાં 4 – 5 વર્ષ થી ખાલી !!

જીલ્લાના રાજકીય આગેવાનો પણ જીલ્લાની સમસ્યા હલ કરવામાં કેમ કોઈ રસ દાખવતા નથી ??

નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર છેલ્લાં ચાર પાંચ વર્ષ થી રામભરોસે બે થી ત્રણ કારકુનો દ્વારા જ ચાલી રહ્યું છે ! કચેરી મા કોઈ ધણી ધણિયારી જ ન હોય જીલ્લા ના ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સરકાર ની વિવિધ પ્રકારની યોજનાઓ ના લાભ મેળવી પગભર થવાના સ્વપ્ન જોનારાઓ અનેક અરજદારો ભારે વિમાસણ મા મૂકાતા તેમનામાં તંત્ર ની લાપરવાહી અને અધિકારીઓ ની નિયુક્તિ ના કરવાની કુટેચ્ચા થી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નર્મદા જીલ્લા કલેકટર કચેરી ના ત્રીજા માળે આવેલ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની કચેરી હાલ શોભા ના ગાંઠિયા સમાન બની છે. છેલ્લાં ચાર પાંચ વર્ષ થી કચેરી ના જનરલ મેનેજર, આઇ. પી. ઓ. વહીવટી ક્લાર્ક સહિત મેનેજર ની અગત્ય ની જગ્યાઓ ખાલી છે, મહત્વના નિર્ણયો લેવાતા નથી, જેથી આ કચેરી ની ભલામણ થી ઉદ્યોગ ધંધા કરવા માંગતા અરજદારો, શૈક્ષણિક બેરોજગારો ને પોતાની સ્વનિર્ભરતા માટે ભારે મુસીબતો ઉઠાવવી પડી રહી છે.

સરકાર સ્વનિર્ભર બનાવવા ની અનેક જાહેરાતો કરે છે પરંતું જેતે સંલગ્ન કચેરીઓ મા અપૂરતા સ્ટાફને લઈને પડતી હાલાકીઓ, કામકાજ માં થતાં વિલંબ થી શું જીલ્લા વહીવટી તંત્ર અજાણ છે??

નર્મદા જીલ્લા માં બબ્બે સાંસદો નો મત વિસ્તાર છે સાંસદ મનસુખ વસાવા સહિત ગીતાબેન રાઠવા તેમજ વિરોધ પક્ષ ના ધારાસભ્ય પી. ડી. વસાવા તેમજ મહેશ વસાવા નર્મદા જીલ્લા માં આદિવાસીઓ ના મોટા નેતાઓ છે પરંતું આદિવાસીઓને સ્પર્શતી સમસ્યા ને હલ કરવામાં કોઈ રસ દાખવતા કેમ નથી ??

ઉદ્યોગ કમિશનર નો હવાલો સંભાળતા રાજીવ ગુપ્તા નર્મદા જીલ્લા માં છાસવારે મુલાકાતે આવે છે, સરદાર સરોવર નર્મદા ડેમ સહિત સ્ટેચ્યુ ઑફ યુનિટી નો હવાલો રાજીવ ગુપ્તા સંભાળતા હોય જીલ્લા ની તમામ પ્રકારની પરિસ્થિતિ થી તેઓ સુપેરે વાકેફ હોય એ સ્વાભાવિક છે, પોતે ઉદ્યોગ કમિશનર હોય નર્મદા જીલ્લા ઉદ્યોગ કચેરી મા વ્હેલી તકે જરૂરી સ્ટાફ ની કાયમી નિયુક્તિ કરે એ ઈચ્છનીય છે.

નર્મદા જીલ્લા કલેકટર ડી. એ. શાહ પણ ઘણા સમયથી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની કચેરી ની સ્ટાફ ની કાયમી સમસ્યા થી વાકેફ હસેજ, શું આ સમસ્યા હલ કરવામાં કોઈ રસ દાખવસે ખરુ ??

ભારત સરકાર ના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા 1.93 કરોડ ની દરખાસ્ત મંજૂર કરાઇ ફાળવણી કોણ કરસે ??

નર્મદા જીલ્લા માં હાલમાંજ સ્કીલ ને લગતી પ્રવુતિઓ તથા લોકો ને મહત્તમ રોજગારી મળી રહે તે માટે એક બેઠક મળી હતી,આ બેઠક માં ગૂજરાત સરકાર ના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા રૂપિયા 1.93 કરોડ ની દરખાસ્ત મંજૂર કરાઇ જેની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આદીવાસી બહુમતી ધરાવતા નર્મદા જીલ્લા માં સ્થાનિક લોકો ને સરકાર પોતાની યોજનાઓ ના લાભ આપે છે લોકોને પગભર કરવા માંગે છે પરંતું કચેરીઓ મા અપૂરતા સ્ટાફને લઈને કામગીરીઓ કોણ કરશે ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here