નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી સહયોગ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં તમામે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનના ભાગ રુપે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલવા ગામે ડોર ટુ ડોર કચરાના કલેક્શન કામગીરીની શરૂઆત કરાવીને સેગ્રીગેશન શેડનુ લોકાર્પણ કરી કચરાના વર્ગીકરણ સાથે પ્લાસ્ટિકને અલગ કરવાની કામગીરીનો શુભારંભ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયદેવસિંહ ઠાકોર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી, ડી આર ડી એ તથા તાલુકા પંચાયત કચેરી કાલોલ ના કર્મચારીઓ, અલવા ગામના સરપંચ શ્રી તથા તલાટી શ્રીએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી સહયોગ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ અતુલ ભાઈ પંડ્યાએ હાજર રહી સેવાઓ આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here