દેવપુરા મલાવ રોડ પાસેથી કાલોલ પોલીસે સેન્ટ્રો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો : બુટલેગર ફરાર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના ઉપલા અધિકારીઓની સુચના અને માર્ગદર્શન અત્રેના જીલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ જે.ડી તરાલ નાઓન ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળલ કે,એક હુડાઈ સેન્ટ્રો ફોર વ્હીલર ગાડી નંબર જી.જે.૧૫ પી.પી ૪૧૨૯ માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ તેનો ચાલક દેવપુરા મલાવ ગામ તરફ આવવાનો છે
તે મળેલ બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ જેડી તરાલ તથા સ્ટાફના માણસોએ મલાલ દેવપુરા રોડ પાસે નાકાબંધી કરી બાતમી મુજબની હુડાઈ સેન્ટ્રો ફોર વ્હીલર ગાડી માંથી ઇંગ્લિશ દારૂની માઉન્ટસ ૬૦૦૦ બીયરના ટીન નંગ-૪૩૨ કિ.રૂ.૪૩,૨૦૦/ અને ફોર વ્હીલર ગાડી કિ.રૂ.૮૦,૦૦૦/ સાથે ૧,૨૩,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં આરોપી હરેશભાઇ માધાભાઇ પરમાર પોલીસની નાકાબંધી દરમિયાન ગાડી દૂર મૂકી ફરાર થઇ ગયો હતો ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here