દાહોદ : કોવીડ-19 મહામારીના સમયે લોકડાઉન દરમ્યાન સ્વૈચ્છિક ફરજ બજાવતા માજી સૈનિકોને દાહોદ જીલ્લા S.P દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યા…

દાહોદ,
પ્રવાસી પ્રતિનિધિ

ભૂતકાળમાં અનેક સારા-નરસા બનાવો બન્યા, આંદોલનો થયા,વિપ્લવો થયા,ભૂકંપો આવ્યા,વાવાઝોડા ફૂંકાયા, નદી નાળા ઉભરાયા, છુટા-છવાયા કે પછી સમૂહમાં મહાકાય યુધ્ધો થયા…આવા અનેક કિસ્સા-કહાનીઓમાં જે તે સમયે નાના મોટા ઈતિહાસ લેખાયા હશે…!! અને એ ઈતિહાસોમાં અનેક યોધ્ધાઓ પોતાના જીવના જોખમે જંગમાં ઉતર્યા હશે…!!! પરંતુ આજે સમસ્ત વિશ્વમાં કોરોના નામક જે માનવભક્ષી કહેર પ્રસરાય રહ્યો છે, અને દિનપ્રતિદિન કોરોનાનો વધતો સંક્રમણ દેશ,સીમા,જાતી, ધર્મ અને ઊંચ-નીંચ જોયા વગર માત્ર માનવ જીવન પર આક્રમણ કરી રહ્યો છે. આ અદ્રશ્ય દુશ્મનને નાથવ માટે વિશ્વના કોઈ પણ ધર્મગુરુ, સુફી, સંત-મહંત, રેસ્નાલીસ્ટ તેમજ વૈજ્ઞાનિકો નિરાધાર બની હાથ પર હાથ મૂકી બેઠા છે અને હદ તો એ કહી શકાય કે આજે સરકાર દ્વારા એક માનવીથી બીજા માનવીને દુર રહેવા એટલે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા છેલ્લીકક્ષાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે…તેમછતાં આવા કપરા સમયમાં મારા દેશના કોરોના વોરિયર્સ એવા તબીબો,નર્સિંગ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, પોલીસ પ્રસાશન, વહીવટી તંત્ર અને માજી સૈનિકો પોતાના જીવના જોખમે જ નહિ પરંતુ પોતાના ઘર-પરિવાર સહિતના જોખમે કોરોનાની સામે જંગે ઉતર્યા છે. જ્યારે વર્તમાન સમયમાં જે કોઈ ઈતિહાસ લખાઈ રહ્યો હશે એમાં આ તમામ કોરોના યોધ્ધાઓની કુરબાની સુવર્ણ અક્ષરે લેખાશે..એમાં કોઈ બે મત નથી…!!

આજે ઉગતા-આથમતા સુરજની સાથે કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે જેના કારણે માનવ જીવન હેરાન પરેશાન થઇ ગયું છે તેમજ કોરોના એક એવો અદ્રશ્ય દુશ્મન છે કે જેની સામે લડવું ખુબજ મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે આવા કપરા સમયમા દાહોદ જીલ્લાનાં માજી સૈનિકો સ્વયં સેવક તરીકે દેશવાસીઓની રક્ષા કાજે આગળ આવ્યા હતા, આ એ જ સૈનિકો છે જેઓએ માં ભરતીની રક્ષા કાજે સપથ લીધી હતી અને મરતે દમ તક દેશ માટે જાન કુરબાન કરવાની તૈયારી બતાવી હતી માટે આજે પણ તેઓ પોતાની પવિત્ર સપથને વફાદાર રહી દેશના નાગરિકોની સેવા અને સુરક્ષા કરવા આગળ આવ્યા હતા જેથી દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષકે તમામ માજી સૈનિકોને સન્માન સહીત પ્રશંસા પત્ર આપી તેઓના માનમાં વધારો કર્યો હતો અને આ તમામ પ્રશંસા પત્રો માજી સૈનિક સંગઠનના પ્રમુખશ્રી મોહનીયા શંકરભાઈએ પોતાના હસ્તે તમામ માજી સૈનિકોને અર્પિત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here