તા.૨૭મી ઓક્ટોબરે વંદે ગુજરાત ચેનલ-૧ પર કિશોરીઓ માટે એનીમિયા વિષયક કાર્યક્રમ દર્શાવાશે

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

જીઓ એપ તેમજ ફેસબુક પેજ પર પણ કાર્યક્રમ નિહાળી શકાશે

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈસીડીએસની અનોખી પહેલ સંદર્ભે તા. ૨૭મી ઓક્ટોબર, ૨૦૨૦ના મંગળવારના રોજ બપોરે ૨:૦૦ થી ૩:૦૦ કલાકે ટી.વીના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૧ પર અને મોબાઇલના માધ્યમથી જીઓ એપ મારફતે વંદે ગુજરાત ચેનલ-૧ પર તેમજ ફેસબુક WCD GUJARAT પેજ પર “કિશોરીઓમાં એનીમિયા અને તેને નિવારવાના ઉપાયો” વિષય પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે. ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓને આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અચૂક નિહાળવા તેમજ જે દર્શક મિત્રો આ કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ ન લઈ શક્યા હોય તેઓ WCD GUJARATની યુ ટ્યુબ ચેનલ પરથી કાર્યક્રમ નિહાળી શકશે તેમ, જિલ્લા આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસરની એક અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here