જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લામાં માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

અવસર લોકશાહીનો,ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨

મંજૂર થયેલ મતદાન મથકોની યાદીમાં સુધારા – વધારા બાબતે યોજાઈ બેઠક

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આજ રોજ પંચમહાલના ગોધરા સ્થિત જિલ્લા સેવા સદન કલેકટર કચેરી હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સુજલ મયાત્રા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નેહા ગુપ્તાની ઉપસ્થિતીમાં વિવિધ અધિકારીગણ અને જિલ્લામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મતદાન મથકોના પુનર્ગઠન, મંજુર થયેલ મતદાન મથકોની યાદીમાં સુધારા વધારા બાબતે સુચારુ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ૧૫૦૦ થી વધારે મતદાતાઓ હોય અથવા મકાન ડેમેજ હોય તો નવું મતદાન મથક ફાળવવા અંગે પણ ચર્ચા કરાઇ હતી. આ સિવાય પોસ્ટલ બેલેટથી મતદાન બાબતે પણ ચર્ચા કરાઇ હતી. આ સિવાય બી.એલ.ઓની કામગીરી, દિવ્યાંગ અને બીમાર મતદારોને પોલિંગ બુથ પર કેવી રીતે લાવવા તેની યોગ્ય વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરાઇ હતી. આ સિવાય મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તથા મુસદ્દાની જાણકારી આપવામાં આવી હતી. બેઠકમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ નવીન ફોર્મ અંગેની તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓને જાણકારી આપવામાં આવી હતી તથા તેઓ પાસેથી સલાહ સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ સાથે તેઓનો સહયોગ મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લાના પ્રાંત અધિકારિશ્રીઓ,રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ શ્રી પરેશભાઈ, શ્રી રફીક તિજોરીવાળા તથા શ્રી સલીમભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here