છોટાઉદેપુર : મોટી રેલ્વે દુર્ઘટના અટકાવતી છોટાઉદેપુર જીલ્લા ટ્રાફિક પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શનથી નાઓએ જીલ્લામાં છે
તથા વાહન અકસ્માત અટકાવવા સારૂ હાઇવે પેટ્રોલીંગ રાખવા ટ્રાફિકને લગત વધુ કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ.જે અન્વયે વિ.એન.ચાવડા પો.સ.ઇ. જીલ્લા ટ્રાફિક શાખાનાઓએ બોલેરો કેમ્પર વાહન નં GJ-18-GB-2091 પોલીસ માણસો સાથે હાઇવે પેટ્રોલીંગ રખાવેલ જે દરમ્યાન તા.૨૯/૦૬/૨૦૨૪ના કલાક-૧૫/૫૬ વાગ્યે થી કલાક.૧૬/૦૪ વાગ્યાના અરસામાં તેજગઢ રેલ્વે ફાટક ક્રોસિંગ નં-૮૬ પાસે ટ્રાફિક પોલીસ પેટ્રોલીંગમાં પસાર થતી હતી.તે વખતે રેલ્વે ફાટક ખુલ્લુ હોય અને જોબટ થી પ્રતાપ નગર જતી ટ્રેન નં-૦૯૧૨૦ વડોદરા તરફ જતી હતી તે દરમ્યાન ટ્રેન ફાટકની નજીક આવામાં હોય તે વખતે રેલ્વે ફાટકનો ગેટમેન રૂમમાં ગંભીર બેદરકારી પૂર્વક સુઇ
ગયેલ હોય અને ફાટક બંધ ન કરેલ હોય જેથી ફાટક પરથી વાહનોની અવર-જવર ચાલુ હોય જે.
વાહનો રોકી બંધ કરાવેલ હોય અને ટ્રાફિક પોલીસે તાત્કાલીક સતર્કતા વાપરી ટ્રેનને ઇશારો કરી ઉભી રખાવેલ અને ગેટમેન સુતો હોય જેને જગાડી તાત્કાલીક રેલ્વે ફાટક બંધ કરાવી ટ્રેનને સુરક્ષીત રીતે પસાર કરાવેલ આમ ટ્રાફિક પોલીસની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના બનતા અટકેલ છે.આમ ટ્રાફિક પોલીસે સતર્કતા વાપરી પ્રશંસનીયક કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here