છોટાઉદેપુર, સકીલ બલોચ :-
ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ , વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહીબીશન તથા શરીર સબંધી ગુનાની પ્રવૃતિ સાથે સંડોવાયેલ હોય અને અવાર – નવાર પ્રોહી કેસમાં સંડોવાયેલ હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. આ કામના સામાવાળા પારસીંગભાઇ ઉર્ફે પારલો ગોસલાભાઇ રાઠવા રહે.ઘોઘદેવ કિડી ફળીયા તા.જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં ઝોઝ પોલીસ સ્ટેશનમાં ( ૧ ) થર્ડ પાર્ટ ગુ.ર.નં .૦૨૩૪ / ૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ ઇ , ૯૮ ( ૨ ) , ૮૧,૮૩ મુજબ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ( ૨ ) ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં .૦૦૨૦ / ૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૬૮,૩૭૬ ( ૨ ) ( એન ) , ૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ ૪,૬ મુજબ તથા ( ૩ ) થર્ડ ગુ.ર.નં .૦૦૪૭ / ૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ ઇ , ૯૮ ( ૨ ) , મુજબના ગુનાઓ નોંધાયેલ હતા . જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ છોટાઉદેપુર નાઓ દ્રારા સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા એચ.એચ.રાઉલજી ઇન્ચા.પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્રારા સામાવાળાને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ ” જેલ ખાતે મોકલી આપેલ છે.