છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લુણી ગામની સીમ પાસેથી કિ.રૂ.૯૭,૪૬૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી જિલ્લા એલસીબી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકતના આધારે લુણી ગામની સીમમાં જંગલમાં કાચા રસ્તા ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૯૭,૪૬૫/- નો મુદામાલ તથા દારૂની હેરફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા XUV 500 ફોર વ્હીલર ગાડી નં. GJ-06-JB- 9864 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ.
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૭૦૯
(૨) મહિન્દ્રા XUV 500 ફોર વ્હીલર ગાડી નં. GJ-06-JB-9864
કિ.રૂ.૯૭,૪૬૫/-
કી .રૂ .૭,००,०००/-
કી .રૂ .૭,૯૭,૪૬૫/-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here