છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કી .રૂ. ૨૬,૭૦૦-/ નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા મે.પોલીસ અધિક્ષક આઈ.જી.શેખ નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ “ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતી તેમજ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર વી.એમ.કામળીયા નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે બાતમી મેળવવા સમજ કરેલ જે અનુસંધાને આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એચ.નીસરતા તથા પોલીસ સ્ટાફના – માણસો છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાહેબનાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત આધારે છોટાઉદેપુર ટાઉનમાં એસ.ટી. ડેપોની બહાર આવેલ દુકાન પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨૬,૭૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી પ્રોહિનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશા ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કબજે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હિસ્કી ૭૫૦/- મી.લી. ની બોટલ નંગ-૬૦ કિ.રૂ.૨૬,૭૦૦/-
પકડાયેલ ઇસમો. (૧) જયકુમાર જીતેન્દ્રકુમાર બારીયા ઉ.વ.૧૮ રહે.કદવાલ મંદીર ફળીયા તા. જેતપુરપાવી જી.છોટાઉપુર
(૨) સરવનકુમાર અર્જુનભાઇ બારીયા ઉ.વ.૧૯ રહે.કદવાલ મંદીર ફળીયા તા. જેતપુરપાવી જી.છોટાઉપુર સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારી.
(૧) પોલીસ ઇન્સપેકટર વી.એમ.કામળીયા (૨) પોલીસ સબ ઇન્સપેકટર એમ.એચ.નીસરતા. (૩) અ.હે.કો. અરવિંદસિંહ મકનસિંહ બ.નં.૧૧૪ (૪) આ.પો.કો. મેહુલકુમાર ડાયાભાઇ બ.નં.૦૯૬૪ (૫) અ.પો.કો ઉનડભાઇ રામભાઇ બ.નં ૧૬૦ (૬) આ.પો.કો. રોહિતકુમાર માનસંગભાઇ બ.નં. ૦૨૮૦ (૭) અ.પો.કો. શામળભાઇ પ્રભુભાઇ બ.નં. ૦૧૮૭.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here