છોટાઉદેપુર નગર સહીત જિલ્લામાં ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વર્ષીઓ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે વરસાદ થતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી હવામાન વિભાગની આગાહી અનુસાર છોટાઉદેપુર જિલ્લા સહિત ના કંઈક વિતર માં આજ રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે આસમાનમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વરસાદ વરસ્યો હતો વરસાદથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસસ્સે એવી હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કર્યા અનુસાર આજરોજ સવાર થીજ આસમાનમાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું, આજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે છોટાઉદેપુર જિલ્લા માં તેમજ વિવિધ વિસ્તારોમાં આસમાનમાં ભારે કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો વરસાદથી ખેતીના પાકને તેમજ કેરીના પાકને નુકસાન જવાની ભિતી થી ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે, વરસાદ થતાં વાતાવરણ માં જે ઉનાળાની ગરમી પ્રચંડ બની હતી તેમાં લોકોએ થોડી રાહતનો દમ ભર્યો હતો પરંતુ ધરતીપુત્રો પોતાના ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવી રહ્યા છે.
વરસાદ થતાં છોટાઉદેપુર નગરના મુખ્યમાર્ગો સુમસામ બન્યા હતા અને લોકોની ચહેલ પહેલ પર અસર જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here