છોટાઉદેપુર નગર સહિત સમગ્ર વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધતાં ગરમ વસ્ત્રોનું ધૂમ વેચાણ જોવા મળ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઠંડીના ચમકારા સાથે શિયાળા નો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ઠંડીનું પ્રમાણ વધતાં સમગ્ર વિસ્તારમાં ગરમ વસ્ત્રોની દુકાનો મોટી માત્રામાં લાગી છે. ત્યારે દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધતાં ખરીદવા ભારે ઘસારો પણ જોવા મળી રહ્યો છે શિયાળાના માહોલ સાથે યુવાનો તાપણું કરતા જોવા મળે છે ચાર રસ્તે તાપણું કરતા રાત્રીના સમયે ખરેખર શિયાળાનું માહોલ જોવા મળી રહ્યો છે
છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાં ઠંડીનું ચમકારો વધતા ઠેર ઠેર જગ્યાએ ગરમ વસ્ત્ર ની દુકાનો લાગેલી જોવા મળી રહી છે જેમાં ₹100 થી માંડીને 5.000 હજાર રૂપિયા સુધીના સ્વેટર તથા જેકેટ વેચાઈ રહ્યા છે આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં ખાતે શનિવાર નો હાર્ટ બજાર ભરાયો હોય તે દરમિયાન મોટી માત્રામાં સ્વેટર જેવા ગરમ વસ્ત્રોનું ધૂમ વેચાણ થયું હતું. ઉલ્લેખનીય છે કે આદિવાસી પંથકમાં જંગલ તથા પહાડી વિસ્તાર હોય ઠંડીનું પ્રમાણ વધુ હોય જેના કારણે વધુ ઠંડી લાગતી હોય છે હાલના તબક્કે ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે ત્યારે છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાં સસ્તા ભાવે ડિબેટ બજારમાંથી આવેલા ગરમ વસ્ત્રો ખરીદવા ભારે ઘસારો જોવા મળે છે છોટાઉદેપુર નગરમાં તો ઠીક પરંતુ હવે છોટાઉદેપુર મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર પણ ગરમ વસ્ત્રોની દુકાનો લાગેલી જોવા મળી રહી છે ભારે ભરખમ વાહનો લઈને કદર હાઇવે ઉપરથી પસાર થતાં વાહન ચાલકો કંડક્ટરો તથા બાઈક ચાલકો શિયાળાનો માહોલ જામતા ગરમ વસ્ત્ર ખરીદતા જોવા મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here