છોટાઉદેપુર નગરના શાકમાર્કેટમાં નડતર રૂપ તંબુ ખસેડવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરાઈ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર નગરના શાક માર્કેટમાં 8 જેટલા કાચા તંબુ જે નડતર રૂપ હોય પાલિકા તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા હતા. નગરમાં આવેલ શાકમાર્કેટ માં જરૂર કરતાં વધુ મોટા તંબુ બાંધી દેવામાં આવે છે. તથા કેબીનો મૂકી દેવામાં આવે છે. જેથી અન્ય નાના વેપારીઓને ધંધો કરવા જગ્યા મળતી નથી. જેને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજરોજ છોટાઉદેપુર શાક માર્કેટમાં લાગેલા 8 જેટલા તંબુ પોલીસ બંદોબસ્ત સાથે ખસેડવામાં આવ્યા હતા. અને સાફ સફાઈ કરાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર શાક માર્કેટમાં ગ્રામીણ વિસ્તારોમાંમાંથી શાકભાજી વેચવા તથા સ્થાનિક કક્ષાએથી નાના મોટા વેપારીઓ ધંધો કરવા આવતા હોય છે. જેની જગ્યા સાંકળી હોય જે એક ગંભીર સમસ્યા છે. સદર બાબતે નજીકના દિવસોમાં અન્ય કોઈ વિકલ્પ દેખાતો નથી. જ્યારે શાક માર્કેટમાં વેપાર કરતા ઘણા વેપારીઓ મોટા તંબુ બાંધી દે છે. અને વધુ પડતી જગ્યા રોકી લે છે. જેના કારણે અન્ય નાના વેપારીઓને વેપાર કરવા જગ્યા મળતી નથી. જેના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. જેને ધ્યાને રાખી નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની ઝુંબેશ ઉપાડી છે. છોટાઉદેપુર નગરના શકક માર્કેટમાં ભારે ગંદકી થતી હોય જે સાફ કરવામાં પણ આવી હતી.
છોટાઉદેપુર નગરમાં અગાઉ વેપારીઓ શાકભાજી લઈને બહાર તળાવની ફરતે બેસતા હતા. પરંતુ હાલ તળાવનું બ્યુટીફીકેશન નું કામ ચાલતું હોય કાયદાકીય હવે બનાવેલા શાક માર્કેટમાં બેસવાનો વારો આવ્યો છે. પરંતુ શાક માર્કેટની જગ્યા ઘણી સાંકળી છે. અને નાની પડે છે. જેના કારણે વેપારીઓ જાય તો ક્યાં જાય એ પ્રશ્ન થઈ પડ્યો છે. સદર માર્કેટમાં ખાણી પીણીની લારીઓ પણ ઉભી રહે જ્યારે પાસે નાનું તળાવ આવેલું છે. અને ઘણી વાર ભારે ગંદકી જોવા મળે છે. જે અંગે પણ તંત્ર દ્વારા અન્ય જગ્યા ફાળવવામાં આવે તે જરૂરી થઈ પડ્યું છે.

ર્છોટાઉદેપુર શાક માર્કેટમાં 8 જેટલા કાચા તંબુ આજરોજ હટાવવામાં આવ્યા હતા. અને સાફ સફાઈ કરવામાં આવી હતી. જ્યારે આવનારા દિવસોમાં મુખ્ય રસ્તા ઉપર ગૌરવ પથ ઉપર ઉપર ના વેપારીઓ તથા મરી મસાલા વાળા વેપારીઓને શાક માર્કેટમાં ખસેડવામાં આવશે. જ્યારે વેપારીઓને પડતી મુશ્કેલી અંગે આવનાર દિવસોમા મોટી જગ્યા મળે અને બેસવા પડતી તકલીફ દૂર થાય તેવું આયોજન કરવામાં આવશે તેમ નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here