છોટાઉદેપુર નગરના કુસુમ સાગર તળાવની ફરતે જામી ગયેલ ગંદકીની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલો કુસુમ સાગર તળાવ વર્ષોથી ગંદકીથી ખદબધી રહ્યું છે ત્યારે રૂપિયા 3.50 કરોડના ખર્ચે છોટા ઉદયપુર કુસુમ સાગર તળાવની બ્યુટીફિકેશનની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે વચ્ચેના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન આ કામગીરી બંધ હોય જેને આજરોજ પુનઃ શરૂ કરવામાં આવી છે અને શરૂઆતના સમયમાં તળાવની ફરતે અંદરના ભાગે કિનારાઓ ઉપર જામેલો કચરો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે પ્રજા એ હાશકારો અનુભવ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિના જેવા સમયથી કુસુમ સાગર તળાવની કામગીરી બંધ હોય જેથી પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા પરંતુ આજ રોજ અચાનક છોટાઉદેપુર કુસુમ સાગર તળાવ ની કિનારાની સાફ સફાઈ અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેનાથી પ્રજામાં ઘણી અટકળોનો અંત આવ્યો છે. 3.50 કરોડના ના ખર્ચે તળાવ બ્યુટીફિકેશનની કામગીરી અંતર્ગત આજરોજ ઇજારેદાર દ્વારા કિનારા ઉપર પીચિંગ કરવાની કામગીરી કરવાની હોય બેસાડેલા પથ્થર નીકળી ગયા હોય અને ખરાબ થઈ ગયું હોય તેવી જગ્યાઓ ઉપર સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી જ્યારે બીટીફિકેશનની કામગીરી માટે 30 જેટલા માણસોની ટીમ આવી ગઈ હોય અને ટૂંક સમયમાં તળાવની રીનોવેશન ની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું જ્યારે તળાવની કામગીરી શરૂ થતા પ્રજામાં પણ આનંદ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે કુસુમ સાગર તળાવની અંદર ખરાબ ગંદુ પાણી અને ગંદકીથી દુર્ગંધ મારતું પાણી સાથે સાથે ઊભી નીકળેલી નફ્ફટ વેલો ને કારણે તળાવ ની શોભા છીનવાઈ ગઈ છે જેના ધ્યાનમાં રાખીને તળાવમાં ઉગેલી વેલો ને મૂળમાંથી સાફ કરવામાં અને તળાવ ઊંડું કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે. તળાવ ની ગંદકી અંગે પ્રજા માં ભારે રોષ જોવા મળતો હતો અંદર ઉગે નીકળેલી નફ્ફટ વેલો વારંવાર દૂર કરવામાં આવે અને પુનઃ ઊગી જતા તેનું કોઈ કાયમી સમાધાન મળતું ન હતું પરંતુ આવનારા દિવસોમાં રૂપિયા 1 કરોડ ૫૫ લાખ ના ખર્ચે તળાવ ઊંડું કરી પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.

છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ એ જણાવ્યું હતું કે તળાવની અંદરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી ને બહાર કાઢી તળાવ ઊંડું કરી તળાવમાં ઉગતી નફ્ફટ વેલો ને મૂળમાંથી કાઢી તળાવ ચોખ્ખું કરવામાં આવશે જે અંગે રૂપિયા 1 કરોડ 55 લાખના ખર્ચે ઠરાવ પણ કરવામાં આવ્યો છે જે ઠરાવની મંજૂરી મળતા તળાવ માંથી ગંદુ પાણી અને ગંદકી સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને પ્રજાની કાયમી સમસ્યાનો નિકાલ આવશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here