છોટાઉદેપુર તાલુકામાં ભ્રષ્ટ્રાચાર… ભિલપુર ગામે બનાવેલાં કોઝવે પાણીમાં ધોવાયો, ભ્રષ્ટ્રાચારિયોએ માથું ઉંચકીયુ… વધુ એક ઉદાહરણ સામે આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ના માત્ર પાંચ મહીના પહેલા બનેલો કોઝવે ધોવાઈ જતા ગ્રામ લોકો ને હાલાકી ભોગવવાનો વારો

છોટા ઉદેપુર તાલુકામાં આવેલ ભીલપુર ગામે વાડી વસવા કોતર ઉપર પાંચ મહીના પહેલા કોઝવે બનાવવામાં આવ્યો હતો. જે માત્ર પાંચ જ મહિનામાં ધોવાઈ ગયો છે. પાંચ મહિનાની અંદર ચોમાસાં માં પાણી આવતાં જે કૉઝવે ધોવાયો તો એની ક્ષમતા કેવી હશે? કેવું કામ થયુ હશે ? તે તપાસનો વિષય છે. ગ્રામિણ વિસ્તારો માં સરકાર કરોડો રૂપિયા વિકાસના કામો અર્થે ખર્ચે છે. પરતું વિકાસની વાતો વચ્ચે ભ્રષ્ટ્રાચાર એ માઝા મૂકી હોય તેમ નરી આંખે જોવા મળી રહ્યુ છે. ભિલપૂર ગામે બનાવેલ કોઝવે માત્ર પાંચ જ મહિનામાં ધોવાઈ જાય જે ભારે આશ્ચર્ય જનક બાબત છે. શુ આ અંગે કોણ જવાબ આપશે ? સરપંચ કે અમલદાર ?

છોટા ઉદેપુર તાલુકાનાં ભીલપૂર્ ગામે વાડી વસવા કોતર ઉપર બનાવવામાં આવેલ કોઝવે રોડ સાથે ઉખડી ગયેલ છે. જ્યારે પાસે આવેલાં અછાલા ગામે તાજેતર માં બનાવેલો હજૂ એક કોઝવે પણ ધોવાય ગયો છે. સાથે વિઝોલ ગામે બનેલ કોઝવે પણ ધોવાઈ ગયું છે. સદર જગ્યા એ તપાસ કરતા કામગીરી હલકી કક્ષાની થઈ હોય. સરકારની ગુણવત્તા મુજબ ન થઈ હોય તેમ જોવા મળી રહ્યુ છે. પરતું હજૂ સુધી ધોવાયેલા કોઝવે અંગે શું કાર્યવાહી કરવામાં આવી તેનો કોઇ પત્તો લાગ્યો નથી.

ભીલપુર ગામે બનાવેલ કોઝવે ની કામગીરી માં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું ગામલોકો આક્ષેપ કરી રહ્યા છે. ગામલોકો જણાવી રહ્યા છે કે માત્ર ચાર મહીના પહેલા અમારા ગામે બનાવેલો કોઝવે ધોવાઈ ગયો છે. કોઝવે ની કામગીરી માં રેતી અને માટી નાખી દેવામાં આવી છે. સિમેન્ટ તથા કપચી જોવા મળતી નથી. હલકી કક્ષા નું કામ થયુ હોય તેમ જણાય રહ્યુ છે. તેમ સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. તળાવો ઉભરાતા કોતર માં પાણી આવી જાય અને કોઝવે ધોવાય જાય.. એવું તો કંઈ હોય… પાણી તો દર વર્ષે આવે.. વર્ષો પછી બનેલો કોઝવે માત્ર ચાર જ મહીના માં ધોવાઈ જાય.. તો એવું તો કેવું હલકું કામ થયુ હશે. તેવી લોકચર્ચા ચાલી રહી છે.

છોટા ઉદેપુર તાલુકાનાં અંતરિયાળ ગ્રામિણ વિસ્તારોમાં વિકાસ ના થતાં કામો અંગે પ્રજાની ફરિયાદો ઉઠી રહી છે. સરકાર કરોડો રૂપિયા રોડ રસ્તા , નાળા, સ્લેબ્ ડ્રેંઈન, કોઝવે બનાવવા પ્રજાની સુવિધા અર્થે ખર્ચે છે. પરતું યોગ્ય કામગીરી થાય છે કે નહી તેની તપાસ કરવી પણ તંત્ર દ્વારા જરુરી થઈ પડે છે. પરતું વાડ જ ચીભડાં ગળતી હોય તેમ લાગી રહ્યું છે. ભીલપુર ગામે બનેલા કૉઝવે બાબતે ગ્રામજનો ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરનાર છે. તેમ જાણવા મળ્યું હતું.

છોટા ઉદેપુર પંથકમા ચાલતી બાંધકામ ની કામગીરી બાબતે પ્રજામાં વિવિઘ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ટુંક જ સમયમાં નવી થયેલ કામગીરી ધોવાઈ જાય છે. તેમાં તંત્ર બદનામ થઈ રહ્યુ છે. ” તેરા ભી ભાગ, મેરા ભી ભાગ, તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ” એવી હાસ્યાસ્પદ વાતો એ પ્રજામાં સ્થાન મેળવી રહી છે. જેની સીધી અસર તંત્ર ના કારભાર પર થાય છે. આ અંગે કેટલા પગલાં ભરાશે? એ વિચારવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here