છોટાઉદેપુર : ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ગામેથી રૂ. ૫૧૮૪૦નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી પોલીસ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ગામેથી રૂ. ૫૧૮૪૦નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છોટાઉદેપુર એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે કિશનભાઇ સુમાભાઇ રાઠવારહે.નવા ગામ ,ભગત ફળીયા,તા.જી.છોટા ઉદેપુરના ક્બ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં જઇ પ્રોહી અંગે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ ૪૩૨ જેની કુલ કિ.રૂ.૫૧,૮૪૦નો મુદામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે જ્યારે અન્ય એક સનીયાભાઈ રાઠવા રહે.ધડાગામ, ખરેડીફળીયા,તા.જી.છોટાઉદેપુરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે(ફોટો વિગત): છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ.૫૧૮૪૦નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here