છોટાઉદેપુર જીલ્લાની BC સખી યોજના બહેનોને ડિજીટલ કીટ કુબેરજી દ્વારા બોડેલી સેવાસદને વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

છોટાઉદેપુર, ચારણ એસ વો :-

એક ગ્રામપંચાયત, એક બી.સી.સખીયોજનાને સાર્થક કરવા તરફ છોટા ઉદેપુરની બહેનોની પહેલ

છોટાઉદેપુર જિલ્લાની 34 SHG બહેનો માટે કુબેરજી ફિનટેક કંપની દ્વારા યોજાયો એક બી.સી.સખી નિમણૂંક કાર્યક્રમ, ડિજીટલ બેંકિંગ અને ઓનલાઈન પેમેન્ટ બાબતે થઇ ચર્ચા. તાલુકા લાઇવલીહુડ મેનજર શ્રી ગજેન્દ્રભાઈમોદી અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર નવસિંહ એઆપી કાર્યક્રમમાં ખાસ હાજરી
14-08-2023 નાં રોજ છોટાઉદેપુરના બોડેલીના તાલુકા પંચાયત કચેરી ખાતે સુરતની ફિનટેક કંપની કુબેરજી ટેક પ્રાઈવેટ લીમીટેડ દ્વારા બી.સી સખી નિમણુંક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય હેતુ, જિલ્લાની સેલ્ફ હેલ્પ ગ્રુપ ની મહિલાઓને ‘ડિજીટલ પેમેન્ટ’ અને ‘ડિજીટલ બેંકિંગ’ જેવા વિષયો અંગે માહિતગાર કરી બેન્કિંગ સુવિધા આપવા માટેના ઉપકરણો અને જાહેરાત માટેની સામગ્રીનું વિતરણ કરવાનું હતું જેથી કરીને તમામ બહેનો પોતાના ગામમાં ડિજિટલ સુવિધાની શરૂઆત કરી આત્મનિર્ભર થઈ શકે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત બોડેલીના તાલુકા લાઇવલીહુડ મેનેજર શ્રી ગજેન્દ્રભાઈ મોદી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ વિષયો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ઓનલાઈન બેંકિંગ અને અન્ય ડિજીટલ સેવાઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમની શુરુઆતમાં કુબેરજી અંગે પરિચય આપતા કુબેરજી ટીમના સભ્યો દ્વારા આવ્યો હતો. તાલુકા લાઇવલીહુડ મેનેજર શ્રી ગજેન્દ્રભાઈ મોદી એ પણ કાર્યક્રમમાં વિવિધ ફાયદાઓ અંગે SHG ગ્રુપની આમહિલાઓને પ્રારંભિક જ્ઞાન આપ્યું હતું. કુબેરની વિવિધ સેવાઓનો પરિચય આપવામાં ઉપસ્થિતમહિલાઓને ડિજીટલ સેવાઓ અને તેના કુબેરજીની ટીમના સભ્યો દ્વારા ઉપસ્થિતSHG ગ્રુપની મહિલાઓને બીસી તરીકેની સુવિધા આપવા માટેની કીટ નું વિતરણ કરી આ કીટ
ના ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કુબેરજી ટીમ ના સભ્યોના મતે કુબેરજીની ‘માઈક્રો એટીએમ’ ની સેવાનો ઉપયોગ કરી ગ્રામજનો પોતાના એટીએમ કાર્ડ દ્વારા તેમના બેંક એકાઉન્ટ માંથી પૈસાની લેવડ-દેવડ કરી શકે છે. તેઓ કેશ ડિપોઝીટ કેશ વિદ્રો, બૅલેન્સ ઇન્ક્વાયરી, મીની સ્ટેટમેન્ટ જેવી વિવિધ
ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયાઓ કરી શકે છે. તે ઉપરાંત કુબેરજીની એઇપીએસ સેવા દ્વારા વ્યક્તિ પોતાના આધારકાર્ડનો ઉપયોગ કરી પોતાના આધાર એનેબલ બેંક એકાઉન્ટ માંથી પૈસાની લેવડ-દેવડ કરી શકે છે. વધુમાં ટીમના સભ્યો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે, કુબેરજી દ્વારા આ તમામ સેવાઓ ઉપર ઉત્તમ કમિશન પણ આપવામાં આવે છે. HGની મહિલાઓ કુબેરજી સાથે ‘બેંકિંગ કોરસ્પોન્ડન્ટ
તરીકે જોડાય આ વિવિધ સેવાઓ પોતાના ગામમાં ઓફર કરશે અને કુબેરજી દ્વારા વિવિધ સેવાઓ આવક મેળવી શકશે.
આ ઉપરાંત કાર્યક્રમમાં હાજર તાલુકા લાઇવલીહુડ મેનેજર (TLM) શ્રી ગજેન્દ્રભાઈ અને આસિસન્ટ પ્રોજેક્ટમેનેજર (APM) શ્રી નવસિંહએ બહેનોની આર્થિક અડચણ દૂર કરવા એમને આ કીટ લેવા માટે ગુજરાત સરકારના GLPC વિભાગ માંથી લોન મેળવવામાં મદદ પણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુંહતું કે, આ લોન થી કોઈપણ મહિલા સરળતાથી એક બેંકિંગ કોરેસ્પોન્ટ તરીકે પોતાનો બિઝનેસ શરુ કરી શકશે.
સુરતની ફિન્ટેક કંપની “કુબેરજી ટેક પ્રાઇવેટ લીમીટેડ, પોતાની ડિજીટલ બેંકિંગ સેવાઓને માઈક્રો એટીએમ અને એઇપીએસ જેવી ટેકનોલોજીની મદદથી ગુજરાતના અંતરિયાળ ગામો સુધી પહોંચાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે. કુબેરજીના આ પ્રયાસ દ્વારા ઘણા જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં મૂળભૂત બેકિંગ સુવિધાઓ બેકિંગ કોરેોન્ફ્રેન્ દ્વારા ઉપલબ્ધ કરી શકાય છે. કુબેરજી દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયાસો એક ઉમદા અને સરાહનીય બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here