છોટાઉદેપુર : જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને રાઠસેનાંના યુવાનોએ આવેદનપત્ર આપી એલ આર.ડી ના લાંબા સમયથી પ્રશ્નોછે એ હલ કરવાની રજુઆત…

છોટા ઉદેપુર, આરીફ પઠાણ :-

છોટાઉદેપુર જીલ્લાનાં યુવાનોઅને યુવતીઓએ લોકરક્ષક ભરતીની પરિક્ષા લેવામાં આવી હતી જેમા રાઠવા સમાજના 24 જેટલા ભાઈ બહેનોઊંચા મેરીટ સાથે પાસ થયા હતા. જેમને જાતિગત દાખલાની ચકાસણી બાબતે ઓર્ડર આપેલનથી. ફેબ્રુઆરી 2020 માં આ ચકાસણી ખુબ જ લાંબા સમયે પૂર્ણ કરેલ હતી. LRD ભાઈ બહેનોનેઅટકેલા ઓર્ડર તાત્કાલીક મળે એના માટે સમસ્ત રાઠવા સમાજ છોટાઉદેપુર જિલ્લા તરફ થી9,10,11, ડિસેમ્બર 2017 ના રોજ ત્રણ દિવસના પ્રતિક ધરણા તેમજ 7-2-2020 ના રોજ
છોટાઉદેપુર જિલ્લા સજ્જડ બંધ રાખીને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના રાજકીય સામાજિકઆગેવાનો સરકારશ્રીને ન્યાય માટે ધ્યાન દોર્યું હતુ 17-2-2020 ના રોજ આદિજાતિ મંત્રીશ્રીગણપત વસાવાની અધ્યક્ષતા માં મળેલી મીટીંગમાં તેમજ એના પછી પણ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આદિજાતિ મંત્રીશ્રી, આદિજાતી કમિશનરશ્રી ને રાઠવા પ્રશ્ન અને વિવિધ સરકારી ભરતીઓ માં અટકેલા ઓર્ડર આપવા માટે બાહેંદરી આપી હતી પરંતુ સપ્ટેમ્બર 2021 સુધી પણ LRD, DY So, staff nurse, bus Driver-condoctor, ના ઓર્ડર આપ્યા નથી. 77.50 થી 89.25 % મેરીટ ધરાવતા આશાસ્પદ યુવાનો ગાંધીનગર ધક્કા ખાયને ખુબ જ સામાન્ય પરિવારના યુવાનો શારીરિક, માનસિક, આર્થિક રીતે પડી ભાગ્યા છે.
નોકરીની આશામાં 2 વર્ષથી ભટકી રહ્યા છે. બીજી કોઈ પરીક્ષાઓની તૈયારી પણ કરી શકતા નથી. ગતિશીલ અને વિકાસશીલ ગુજરાતમાં અમારી જેવા યુવાનોનું ભવિષ્ય ખુબ જ અંધકારમય બની ગયું છે. હવે માનસિક રીતે સંપુર્ણ પડી ભાગ્યા છે.
આગામી 2 જી ઓક્ટોબર થી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પ્રતિક ધરણા પરબેસવાના છીએ. આ બાબતે આપ કલેક્ટર મહોદયા શ્રી સ્તુતિ ચરણ મેડમજી સરકારશ્રી સુધી અમારી માંગણી પહોંચાડીને અમને ન્યાય સાથે નોકરી મળે એવા પ્રયત્નો કરશો. એવું રજુઆત સહ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here