છોટાઉદેપુર જિલ્લામાં બનેલ ગોઝારી ઘટના… હત્યારા પતિએ પત્નીનું ઢીમ ઢાળ્યાના આરોપી વરશન રાઠવાને એક દિવસના રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પ્રેમ સંબંધમાં આડખીલી બનતી પત્નીને તીક્ષણ હથિયારો વડે ઘા કરી હત્યા કરનારા હત્યારા પતિને છોટાઉદેપુર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. અને જેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી દિન સાતના રિમાન્ડ મેળવવા માંગ કરી હતી. ત્યારે નામદાર કોર્ટ દ્વારા એક દિવસ ના રિમાંડ મંજૂર કરાયા હતા. ત્યારે આજે રિમાન્ડ પુરા થતા તેને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો હતો.છોટા ઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મી વરશન રાઠવાએ પોતાની જ પત્નીની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
ત્રણ દિવસ પહેલા છોટા ઉદેપુરના ગોંદરિયા ગામેથી જંગલ વિસ્તારમાંથી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે અંગે છોટા ઉદેપુર પોલીસે તપાસ હાથ ધરતા પોલીસ સ્ટાફના કર્મી ની પત્નીની લાશ હોવાનું બહાર આવ્યું હતું. પીપલેજ ગામના જંગલની સીમમાં રાઠવા કેળીબેન વરશનભાઇ ની કે જેઓ એક પોલીસ કર્મીના પત્ની હતા અને તેમની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી.બનાવની જાણ થતા ઘટના સ્થળ ઉપર પોલીસ દોડી જઈ આરોપી વરશનભાઈ ભુરાભાઈ વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી તપાસ આગળ ચલાવવામાં આવી હતી.અને ગણતરીના કલાકોમાં હત્યારા પતિ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
મૃતક કેળીબેન ના શરીરે ૨૦ થી ૨૫ જેટલાં ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હોય જે બાબતે મૃતક કેળીબેનના ભાઈ દ્વારા છોટા ઉદેપુર પોલિસ મથકે તેઓના બનેવી અને મૃતક કેળીબેન ના પતી વરસનભાઇ ભુરાભાઈ રાઠવા વિરૂદ્ધ પોલિસ ફરીયાદ નોંધાવી હતી. કેળીબેનનું પિયર નું ગામ છોટા ઉદેપુર તાલુકાનું નકામલી હોય જ્યાં ભારે ગમગીની નો માહોલ જોવા મળ્યો હતો. અને ગુરુવારે ભારેલા અગ્નિ સાથે મૃતક કેળીબેનના મૃતદેહ નો અંતિમ સંસ્કાર તેમની સાસરી પોટીયા ગામ ખાતે કરવામાં આવ્યો હતો.
પતિ, પત્નિ ઔર વો ના આ કિસ્સામાં કેળીબેનના પતી વરસનભાઇ ભૂરાભાઇ રાઠવાને અન્ય એક યુવતી તારાબેન સાથે સબંધ હોય જે કેળીબેન ને પસંદ ન હોય પતી અને પ્રેમિકાની વચ્ચે કેળીબેન આડખીલી રૂપ હોય જે બાબતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય જે અંગેનો પરીવારજનો એ પણ આક્ષેપ કર્યો હતો. પોલિસે ઈપિકો ૩૦૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનેલાં બનાવમાં કેળીબેનના બે સંતાનો માતા વિહોણા બન્યા છે. જ્યારે મૃતક ના પરીવારજનો મા માતમ છવાયો હતો. હત્યારા પતિ વરસનભાઇ ની ધરપકડ કરી સખત દાખલારૂપ સજા કરવામાં આવે તેવી માંગ સાથે કેળીબેનની સાસરી માં જ અંતિમ સંસ્કાર કરવાની જીદ પકડી હતી. અને પોલિસ ની હાજરી માં ગતરોજ છોટા ઉદેપુર ના પૉટીયા ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
જોકે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળે નહિ તે બાબતે પોલીસ બંદોબસ્ત નો કાફલો પોટિયા ગામે ખડકી દેવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના ને લઈ પોલીસ બેડા માં હડકંપ મચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here