છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા “વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ છોટાઉદેપુર કાર્યક્રમ પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબની અધ્યક્ષતામાં યોજાયો

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા “વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ છોટાઉદેપુર કાર્યક્રમ પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો ઉપસ્થિત સૌ ઉદ્યોગકારો, હસ્તકલાના કારીગરો, વાંસકામના કારીગરો દ્વારા આયોજીત છોટાઉદેપુર જિલ્લા વિવિધ ઔદ્યોગિક પેદાશો, છોટાઉદેપુર જિલ્લાની આગવી બનાવટની વાંસકામની વસ્તુઓને લગતી પ્રવૃતિઓ હસ્તકલા, માટીકામની વસ્તુઓના પ્રદર્શન સ્ટોલ નિહાળવામાં આવ્યા..
છોટાઉદેપુર જિલ્લાની આગવી ઓળખ અને લાક્ષણિકતા દર્શાવે છે. આપણે સૌ મળીને આ ઉદ્યોગ વ્યવસાયને મળતા પ્રોત્સાહનો અને સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ થકી છોટાઉદેપુરનો કઇ રીતે વિકાસ થઇ શકે અને કઇ રીતે વધુ આગળ લાવી શકીએ તેના પ્રયત્નોના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં આત્મનિર્ભર પોલીસી-૨૦૨૨ હેઠળ ઉદ્યોગોને કેપીટલ સહાય, વ્યાજસહાય, જી,એસ.ટી સહાય અને અન્ય વિવિધ યોજનાઓ થકી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવનાર છે.
જેમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક નીતિ-૨૦૧૫/૨૦૨૦ હેઠળ અત્રેના છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માં કુલ રૂ.૪૩.૩૩ લાખની સહાય તથા વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ રૂ. ૯૦.૫૧ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. નાના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા માટે આપવામાં આવી મફત ટુલ કીટ પેટે રૂ. ૯૦,૧૮ લાખની કુલ ૮૮૧ કીટનું વિતરણ કરવામાં આવ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here