અહો આશ્ચર્યમ્… આજના અત્યાધુનિક યુગમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી સીસી ટીવી કેમેરા વગરની..!!?

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ખાતે આવેલી તાલુકા પંચાયત તાલુકાની વડી કચેરી માં સીસી ટીવી કેમેરા લગાડેલા નથી એવી વાત સામે આવી છે. છોટા ઉદેપુર જીલ્લા નું વડુ મથક છે. જ્યારે કલેક્ટર કચેરી ના આસપાસ ના વિસ્તારમાં જીલ્લા ની મોટા ભાગ ની કચેરીઓ આવેલી છે. જ્યાં આગળ ઘણી કચેરીઓ મા સીસી ટીવી કેમેરા લગાડેલા હોય છે. પરતું તાલુકા પંચાયત કચેરી માં સીસી ટીવી કેમેરા નથી. ક્યા કારણ સર આજદીન સુધી સદર કચેરીમાં સીસી ટીવી કેમેરા લગાડવા માં આવ્યાં નથી તેવો યક્ષ પ્રશ્ન પ્રજામાં ઉઠ્યો છે. સમગ્ર તાલુકાનાં સરપંચો, તલાટીઓ, કર્મચારીઓ આ કચેરીમાં આવતાં હોય અને વહીવટ ચલાવતા હોય તેની વચ્ચે પારદર્શક વહીવટ થતો હોય તો સીસી ટીવી કેમેરા કેમ લગાવવા માં આવ્યા નથી. તે ચર્ચા નું સ્થાન છે.
છોટા ઉદેપુર જીલ્લા ના છ તાલુકા તેમાં છોટા ઉદેપુર, બોડેલી, નસવાડી, કવાંટ, પાવી જેતપુર અને સંખેડા તાલુકાઓમાં આવેલી તમામ કચેરીઓ માનિયમ પ્રમાણે સીસી ટીવી કેમેરા લગાડવા ફરજિયાત છે. તંત્ર હોટલો, જાહેર જગ્યાઓ અને તમામ કચેરીઓ માં સીસી ટીવી કેમેરા લગાડવા બાબતે સૂચનો કરે છે. જ્યારે જીલ્લાની વડી કલેક્ટર કચેરી માં પણ સીસી ટીવી કેમેરા લાગેલા છે જેનાં માધ્યમ થી તમામ કચેરી નું નીરીક્ષણ સ્વયં કલેક્ટર કરતાં હોય જ્યારે જીલ્લા પંચાયત કચેરી માં લાગેલા સીસી ટીવી કેમેરાથી જીલ્લા વિકાસ અધિકારી ઓફિસો નું નિરીક્ષણ કરતાં હોય તો છોટા ઉદેપુર ની તાલુકા પંચાયત કચેરી માં સીસી ટીવી કેમેરા કેમ લગાડેલા નથી. જે બાબતે પ્રજામાં અનેક શંકાઓ ઉઠી છે. કચેરીઓમાં થતો વહીવટ પારદર્શક થાય તથા કોઈપણ જાતની ગેરરીતિ થાય નહી અને કોઈપણ વિડિયો જોવા હોય તો કચેરીના તાલુકા વિકાસ અધિકારી ઓફિસમાં બેઠા બેઠા જોઈ શકે છે. પરતું આ કચેરીમાં સીસી ટીવી કેમેરા નથી તે જોતા એક આશ્ચર્ય નો અનુભવ થાય છે. શું છોટા ઉદેપુર તાલુકા પંચાયત ના અઘિકારી તથા કર્મચારીઓ ને સીસી ટીવી કેમેરા લગાડવા નઈ ગમતા હોય ?
જીલ્લાના વરીષ્ઠ અઘિકારી તરફથી વખતોવખત સીસી ટીવી કેમેરા લગાડવા માટે જાહેરનામા બહાર પાડવામાં આવે છે. પરતું તેમના જ તાબા માં આવેલી ઘણી કચેરીઓ હજૂ એવી છે જ્યાં સીસી ટીવી કેમેરા લાગેલા નથી. કે શું આ અંગે અધિકારીઓ દરકાર લેતા નથી તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઘણા સમય થી છોટા ઉદેપુર ની તાલુકા પંચાયત કચેરી માં વાહન પાર્કિંગ બહાર કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. કોઇ પણ વાહન કમ્પાઉન્ડ ની અંદર જવા દેવામાં આવતું નથી. ત્યારે આટલો કડક નિયમ અમલમા મૂક્યો હોય તો સીસી ટીવી કેમેરા લગાડવા પ્રત્યે અઘિકારી બેધ્યાન કેમ છે. તે પણ મુદ્દો પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. જ્યારે કોણ ઓફીસ માં આવ્યું કોણ બહાર ગયુ , કોણે મળ્યું, કોની ચેમ્બર માં કોણ ગયું? તેવું ઘણું બધુ ધ્યાન સીસી ટીવી કેમેરા રાખતા હોય છે. હાલમાં છોટા ઉદેપુર ખાતે તાલુકા પંચાયત નજીક આવેલી પ્રાયોજના વહીવટદારની કચેરી ખાતે કર્મચારી ઓ અને અધિકારીઓના મેળાપીપણાાં થી મસ મોટું કૌભાંડ આચર્યું હતું. જેને કારણે ઉચ્ચ અધિકારીઓ ઉપર શંકાઓ પણ સેવાઈ હતી. તથા છોટા ઉદેપુર ખાતે આવેલી વન વિકાસ કચેરીમાં મસમોટું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપો પણ જીલ્લા ના એક યુવાને કર્યા હતા. ઉપરા છાપરી થતાં કૌભાંડો બાબતે છોટા ઉદેપુર જિલ્લો બદનામ થઈ રહ્યો છે ત્યારે કચેરીઓ માં સીસી ટીવી કેમેરા લગાડવા ફરજિયાત હોય પરતું છોટાઉદેપુર ની તાલુકા પંચાયત કચેરી સીસી ટીવી કેમેરા વીના તાલુકાનાં ઉચ્ચ અધિકારી પોતાના કર્મચારીઓ અને આંગતુકો પર કેવું ધ્યાન રાખતા હશે ? એ વિચારવું રહ્યુ

છોટા ઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે હાલમાં બે દિવસ પહેલા રંગપુર મોટી સઢલીના માજી સરપંચ અને કર્મચારી વચ્ચે દ્વારા નાણાં માંગ્યા બાબતે બોલચાલ થતો વિડિયો વાયરલ થયો હતો. અને ઝપાઝપી દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી ની ચેમ્બર નો કાંચ પણ તુટી ગયો હતો. જ્યારે સરપંચ દ્વારા કર્મચારીને ધમકી આપતા પંચાયત કચેરી માં અફડાતફડી મચી ગઈ હતી અને કર્મચારીઓ માં સન્નાટો છવાઈ ગયો હતો. પરતું તે મામલો હાલ ઠંડો પડી ગયો છે. અને કુલડી માં ગોળ ભંગાઈ ગયો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. સદર તાલુકા પંચાયત કચેરી માં ઘણાં મુરતિયા ઓ પડ્યા પાથર્યા રહે છે. તેઓ ત્યાં શું કામે બેસી રહે છે એ સીસી ટીવી કેમેરા હોય તો ખબર પડી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here