છોટાઉદેપુર, સકીલ બલોચ :-
જિલ્લાવાસીઓને મોટી સંખ્યામાં યોગાભ્યાસમાં જોડાવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ
યોગના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે ૨૧ મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી ખુટાલીયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે.
જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે સાથે તમામ તાલુકાઓ ખાતે પણ કાર્યક્રમો યોજાશે, જે અંતર્ગત કવાંટની એકલવ્ય મોર્ડન સ્કુલ, નસવાડીની શ્રી એસ.બી. સોલંકી વિદ્યામંદિર, સંખેડાની ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કુલ, બોડેલીની નવજીવન હાઇસ્કુલ તથા પાવી જેતપુરની વી.આર. શાહ હાઇસ્કુલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ તમામ કાર્યક્રમ તા.૨૧ જૂનના રોજ વહેલી સવારે ૦૫-૩૦ વાગ્યાથી શરૂ થશે. ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાવાસીઓને મોટી સંખ્યામાં જોડાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ સહ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.