છોટાઉદેપુર : એક જ પરિવારના 11 આરોપીઓને હત્યાંના ગુનામાં આજીવન કેદ તથા 11,000 નો દંડ ફટકારતી બોડેલી છોટાઉદેપુર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એકસાથે 11 આરોપીઓને સજા થઈ હોય તેઓ બોડેલી છોટાઉદેપુર એડિશનલ ડિસ્ટ્રી કોર્ટ માં પ્રથમ બનાવ. નોંધાયો છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંખેડા તાલુકાના રાયપુર ગામે તારીખ 16, 6, 2018 ના રોજ બારીયા વિનોદભાઈ નરસિંહભાઈ ના ખેતરમાં ભેલાણ કરવા બાબતે બારીયા છગનભાઈ નરસિંહભાઈ ને ઠપકો આપતા છગનભાઈ સહિત કુલ તેર ઇસમોએ વિનોદભાઈ ઉપર લોખંડની પાઇપ તેમજ પરાઈ વડે હુમલો કરતા વિનોદ ભાઈ ગંભીર રીતે ગવાયા હતા, ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિનોદભાઈ નું મોતની નિપજ્યું હતુ.

જે અંગેની વિનોદભાઈ ની પત્નીએ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સંખેડા પોલીસે ઇ પી કો ની કલમ,૧૪૭, ૧૪૮,૧૪૯, ૨૯૪,(ખ) ૩૦૨, ૪૫૨,૫૦૬, મુજબ નો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.

જે અંગેનો કેસ બોડેલી છોટાઉદેપુર
ડિસ્ટ્રીક કોર્ટ સેશન જજ અંદલીત તિવારી ની કોર્ટમાંચાલી જતા આજરોજ તારીખ 11,12, 2023 ના રોજ મજબૂત પુરાવા તેમજ પી પી રાજેન્દ્ર પરમાર ની દલીલો ને ગ્રાહ્ય રાખી. કુલ 11 આરોપીઓને આજીવન કેદની સજા તેમ જ 11 , 11, હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here