છોટાઉદેપુરની પવિત્ર ઓરસંગ નદી બે કાંઠે વહેતા જાગનાથ મંદિરના મહંતે નવા નીરના વધામણા કર્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર શહેર સહિત ઉપર વાસ ના રાઠ વિસ્તાર તથા મધ્યપ્રદેશ ના ભાભરા ના જંગલ વિસ્તારોમાંથી જેનું ઉદગમ સ્થાન છે ત્યાંથી લઈ છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલ રાત્રે શરુ થયેલ સતત વરસાદ ને કારણે ભારે હેલી ની વર્ષા થતા ઓરસંગ નદી માં આજે ઘોડાપૂર પાણી વહેતા લોકો અલીરાજપુર બ્રિજ અને કવાટ બ્રિજ ઉપર મોટી સંખ્યામાં નદીનું ઘોડાપૂર જોવા ઉમટી પડ્યા હતા.
આ પ્રમાણે ઓરસંગ નદીમાં છેલ્લા બે વર્ષમાં પહેલીવાર જ પાણીનો પ્રવાહ વધુ જોવા મળતા ઓરસંગ કિનારે આવેલ યાત્રાધામ એવા જાગનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી શ્યામદાસજી તથા નગરના શ્રેષ્ઠી યોગેશભાઈ જોશી ,વિમલભાઈ દેસાઈ ,જગદીશભાઈ પટેલ, ઉત્કર્ષભાઈ પટેલ તેમજ જાગનાથ મહાદેવ મંદિરમાં સતત સેવા બજાવતા એવા પ્રશાંત દરજી સહિત નગરજનો એ મોટી સંખ્યામાં હાજર રહી જાગનાથ મંદિર ખાતે બનાવેલ નવા ઘાટ ઉપર ઓરસંગ નદિ ના નવા નિર ના વધામણા કરી ઓરસંગ માતા ની આરતી ઉતારી ચુંદડી ,ફુલ ,શ્રીફળ , પ્રસાદી , કંકુ , અબીલ ,ચોખા વિગેરે તર્પણ કરી નવા નિરના વધામણા કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ઘાટ ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ શિવ ભક્તોએ હર હર મહાદેવ , જય ભોલે ,જાગનાથ મહાદેવ કી જય ,ના જય ઘોષ કરી વાતાવરણને શિવમય બનાવી દીધું હતુ
અત્રે ઉલ્લેખનીય છે કે સદર જાગનાથ મહાદેવના બ્રહ્મલીન મહંત શ્રી માધવદાસજી ના નિધન બાદ નવા નીમાયેલા મહંત શ્રી શયામદાસજી એ ટૂંકા ગાળામાં નગર તથા આસપાસ ના શિવભક્તોમાં હળી મળીને રહી ખૂબ જ લોકચાહના મેળવી છે જેને લઇ અત્યારે ચાલી રહેલ અધિક માસમાં શિવભક્તો ની ભીડમાં વધારો જોવા મળી રહ્યો છે તેમજ આગામી શ્રાવણ માસમાં પણ શિવભક્તો ની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળશે. અત્યારે અધિક માસ માં અહીંયા આવનાર દરેક શિવભક્તને પવિત્ર ઓરસંગ નદી નું શુદ્ધ જળ તથા બીલીપત્ર જોઈએ તેટલા પ્રમાણમાં આપવામાં આવે છે જેને લઇ શિવ ભક્તો પણ જાગનાથ દાદાની શાંતિથી આરાધના કરી ધન્યતા અનુભવે રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here