છોટાઉદેપુરના માલધી હોળી ફળિયામાં રહેતી મહિલા યુનિયન બેંક જઈ આવું તેમ કહી નીકળ્યા બાદ ગુમ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ છોટાઉદેપુરના માલધી હોળી ફળિયામાં રહેતા હરસિંગભાઈ કરસનભાઈ રાઠવાના પત્ની પારુલબેન હરસિંગભાઈ રાઠવા તા.૨૪/૦૫/૨૦૨૪ ના રોજ બપોરના ૦૨-૦૦ કલાક આસપાસ યુનિયન બેંક જઈ આવું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા આજુ બાજુ તથા સંગા સંબંધીમાં શોધખોળ કરી હતી, જે બાદ પણ મળી આવેલ ન હોઈ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધવામાં આવી છે.

મહિલાની ઉંમર આશરે ૩૦ વર્ષની છે. ગુલાબી કલરની સાડી અને ચંપલ પહેરેલ છે. શરીરે મધ્યમ બાંધાના છે. આશરે પાંચ ફુટ ઉંચાઈ છે. આ મહિલા કોઈને મળી આવે તો હરસિંગભાઈ કરસનભાઈ રાઠવાના મો.નં. ૯૩૧૬૭૩૯૯૬૦, છો.ઉ.પો.સ્ટે.મો.નં. ૭૪૩૩૯૭૫૯૩૫ અને ત.ક.અ.મો.નં. ૮૧૪૧૫૭૨૯૨૯ પર સંપર્ક કરીને જાણ કરવા આ યાદીમાં વધુમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here