છોટાઉદેપુરના : “ઓમ મિત્રાય નમ:’ મંત્રથી નવા વર્ષનું સ્વાગત કરતું કવાટ

કવાંટ, (છોટાઉદેપુર) ચારણ એસ વી :/

ગુજરાતભરમાં સામુહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ થકી વિશ્વ વિક્રમ સ્થાપિત

રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કારની વિચારધારા સાથે ૬૨૮ યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની એકલવ્ય મોર્ડલ રેસીડેન્સી સ્કુલ ખાતે ગુજરાત સરકારશ્રી દ્વારા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજરોજ “સૂર્યનમસ્કાર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવા વર્ષે સૂરજની પહેલી કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. ગનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લો કવાંટ તાલુકો પણ આ સિદ્ધિમાં સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બન્યો છે.
રાજ્યમાં ૫૧ સ્થળોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાનું કર્વાટમાં વિશ્વ વિક્રમના ભાગ રૂપે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ૬૨૮ યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કરી ગુજરાતની આ ઐતિહાસિક સિદ્ધિમાં સહભાગી બન્યા હતા.મોઢેરા ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમની સાથે સાથે રાજ્યમાં કુલ ૫૧ સ્થળોએ સૂર્ય નમસ્કારના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના યોગ અભ્યાસુ કરશનભાઈ ભુરસીંગભાઈ રાઠવાને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત થતા એક લાખન ઇનામની રકમ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી વિશ્વ સ્તરે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારવા સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. જીલ્લા પંચાયત પ્રમુખ સંસશ્રી, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર કવાંટ, યોગ સાધકો, યોગ ટ્રેનર, યોગ કોર્ડીનેટર તથા યોગ કોચ સહિત સૌએ મળી ૧૧ સુર્ય નમસ્કાર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here