છેલ્લાં ત્રણ વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા ઇન્ચાર્જ તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના આપી સ્પેશિય્લ ડ્રાઇવનું આયોજન કરેલ જે અનુંસંધાને વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી અસર કારક કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી જયંતીભાઇ વરસીંગભાઇ રાઠવા રહે.જામલી નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાનો વસેડી ત્રણ રસ્તા નાયરા પેટ્રોલપંપ પાસે ઉભેલ હોય જે હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા વસેડી નાયરા પેટ્રોલપંપ ત્રણ રસ્તા પાસેથી આરોપી જયંતીભાઇ વરસીંગભાઇ રાઠવા ઉ.વ.૨૩ રહે.જામલી નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here