ગોધરા ખાતે મહિલા ઉમેદવારો માટે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા અને મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ.ગોધરા ખાતે મહિલા ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર તેમજ મહિલાલક્ષી કાયદા અને યોજનાઓ અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. ભરતી મેળામાં એમ.જી.મોટર, હાલોલ એલ.આઈ.સી, હાલોલ, યશસ્વી એકેડેમી ફોર સ્કીલ, અમદાવાદ, કેરિયર બ્રિજ સોલ્યુશન, અમદાવાદ અને ક્રિએટીવ સર્કલ અમદાવાદ એમ કુલ પાંચ નોકરીદાતા એકમોએ સ્થળ પર હાજર રહીને કુલ ૨૭૦ જેટલી નીમ ટ્રેઈની, ફાઈનાન્સ પ્લાનર, લાઈન ઓપરેટર, મશીન ઓપરેટર, હેલ્પર વગેરે ટેકનિકલ/નોન ટેકનિકલ જગ્યા માટે રોજગાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૫૦ થી વધુ મહિલા ઉમેદવારોએ ભાગ લીધો. ભરતી મેળામાં પ્રાથમિક પસંદગી બાદ ઉમેદવારોની નોકરીદાતા દ્વારા તેમનાં એકમમાં મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરીને રોજગારીની તકો આપવામાં આવશે. ઉમેદવારોને ભરતી મેળામાં સ્વરોજગારલક્ષી લોન સહાય અને વ્યવસાયલક્ષી તાલીમ યોજનાની માહિતી તેમજ અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન અંગેની માહિતી આપવામાં આવી હતી. રોજગાર અધિકારીશ્રી એ.એલ.ચોહાણ દ્વારા ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ અને કારકિર્દી અંગે રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનાં અધિકારી દ્વારા તેમજ બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલાલક્ષી કાયદા અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનનાં ડાયરેક્ટરશ્રી અને જિલ્લા ઉધોગ કેન્દ્રના ઉદ્યોગ નિરિક્ષકશ્રી દ્વારા સ્વરોજગાર લક્ષી યોજનાઓ અને લોન સહાય અને તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here