કાલોલ નગર કોમ્યુનિટી હોલમાં શ્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા સેવા સેતુના માધ્યમ થી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

સૌનો સાથ સૌનો વિકાસના ભાગરૂપે સંવેદના દિવસ સેવા સેતુ થકી કાર્યક્રમમાં નાગરિકોને 57 પ્રકારની સરકારી સુવિધાઓ ઘરઆંગણે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કાલોલ સહીત પંચમહાલ જિલ્લામાં કુલ 11 સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
કાલોલ નગરમાં આજે ૨ ઓગસ્ટે સંવેદના દિવસ તરીકે સેવા સેતુના નામના માધ્યમથી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય આદરણીય સુમનબેન ચૌહાણ અને નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર જાદવ સાહેબ અને નાયબ મામલતદાર મનોજ મિશ્રા સાહેબે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.જેમાં પાંચ વર્ષના શાસનમાં કરેલી યોજનાઓ અને લોકોની જનભાગીદારી અને જ ઉપયોગી કાર્ય સેવાઓ વધુ સધન બનાવીને ગુજરાતના વિકાસની પ્રક્રિયા આગળ લઈ જવા સેવા સેતુના માધ્યમથી યોજવામાં આવ્યો હતો આ દરમિયાન કોરોના ની ગાઈડલાઈન અને સંખ્યાને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
શ્રી વિજયભાઈ રૂપાણી રાજ્ય સરકારના ઓગસ્ટ મહિનામાં પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ કાર્યક્રમો રાજ્યના જિલ્લા તાલુકા અને જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here