કાલોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા ના અધ્યક્ષ સી.આર પાટીલના જન્મ દિન નિમિત્તે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા ના અધ્યક્ષ સી.આર.પાટીલ ના જન્મદિવસ ની ઉજવણી નિમિતે જીલ્લા ભાજપ સંગઠનની સાથે શહેર ભાજપ સંગઠન ના કાર્યકર્તા ઓ દ્વારા પોતાના વિસ્તારમાં ખૂબજ આનંદ અને ઉત્સાહના માહોલમાં વિવિધ સેવાકીય કાર્ય કરીને સી.આર.પાટીલ ને તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્ય પ્રદાન થાય તે માટે ઉમંગ અને ઉત્સાહ સાથે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ નગરપાલિકાના સભાખંડમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ભાજપ યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ભારે ઉત્સાહપૂર્વક સ્વેચ્છા એ રક્તદાન કરી રક્તદાન મહાદાન કહેવતને સાર્થક કરી હતી અને બાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ટીબી ના દર્દીઓની મુલાકાત લઈ પોષણ કીટ આપવામાં આવી હતી અને ગરીબ બાળકો અને મહિલાઓને સ્લીપર ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉ.યોગેશ પંડ્યા, જીલ્લા ભાજપના યુવા મોરચા પ્રમુખ કિરણ સિંહ,જીલ્લા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ વિરેન્દ્રસિંહ પરમાર,મહામંત્રી નિર્મિતભાઇ,કાલોલ શહેર યુવા મોરચા પ્રમુખ હરપાલસિંહ, ભાજપ શહેર મહિલા મોરચાના પ્રમુખ ઉમાબેન પડ્યા, શહેર અનુસુચિત જાતિના પ્રમુખ વકીલ હસમુખભાઇ મકવાણા,ભાજપ મહામંત્રી પ્રતિક શાહ ભાજપ શહેર સંગઠનના ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઇ, યુવા મોરચાના ઉપાધ્યક્ષ પાર્થ કનોજીયા, યુવા મોરચાના મોન્ટુ ગોસાઇ,પરેશ પારેખ અને શહેર સંગઠન મહિલા મોરચા નયનાબેન રાઠોડ દેવીયાનીબેન તેમજ મોટીસંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here