કાલોલમાં અયોધ્યાથી આવેલ અક્ષત કુંભની શોભાયાત્રા અને અક્ષત વિતરણ કાર્યક્રમ ધારાસભ્યની હાજરીમાં યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

૨૧ અક્ષત કુંભની શોભા યાત્રા- રામજી મંદિરથી નગરપાલિકા થઈ ભાથીજી મંદિર થઈને સીતારામ મંદિરે પૂર્ણાહૂતિ અને પૂજીત કુંભ મંડળ સ્તરે લઈ જવામાં આવ્યા

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું છે અને વિ.સં. ૨૦૮૦ પૌષ શુક્લ દ્વાદશી, તા- ૨૨/૦૧/૨૦૨૪ સોમવારના શુભ દિવસે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ આનંદનો ઉત્સવ છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા સમસ્ત હિન્દૂ સમાજને અયોધ્યા દર્શન માટે આમંત્રણ પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અયોધ્યાથી આમંત્રણ માટે અક્ષતકુંભ અભિમંત્રિત કરીને મોકલવામાં આવેલ છે. જે રામજી મંદિર કાલોલ ખાતે સ્થાપના કરેલ હતો. આ મહા અભિયાનમાં અક્ષત, શ્રી રામ લલ્લાની છબી અને માહિતી પત્રિકા દરેક હિન્દૂ પરિવાર સુધી પહોંચડવાનું મહાઅભિયાન તા-૦૧/૦૧/૨૦૨૪ થી તા-૧૫/૦૧/૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત કાલોલ તાલુકના ૧૬ મંડળ અને નગરની ૪ વસ્તીમાં અક્ષત કુંભ પહોંચાડવા માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ હતું. આ શોભાયાત્રામાં ૫૦૦ થી વધારે રામભક્તો જોડાયા હતા અને કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, કાલોલ તાલુકાના ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, શહેર પ્રમુખ ગૌરાંગ દરજી તથા આરએસએસ નાં નરેન્દ્રસિંહ ગોહિલ, કૌશલ ઉપાધ્યાય, સંજય પટેલ, કુલદીપસિંહ પરમાર અને ભાજપ ના મહામંત્રીઓ સંગઠન ના હોદેદારો હાજર રહ્યા હતા.કાલોલ નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન બાદ ૨૧ કુંભ સંઘની યોજના અનુસાર અલગ અલગ મંડળમાં વિતરણ કરવામાં આવ્યા. આ અક્ષત કુંભ હવે દરેક ગામમાં અને ત્યાર બાદ દરેક હિન્દૂ પરિવાર સુધી પહોંચડવાનું આયોજન કરેલ છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસને દિવાળીની માફક ઉજવવાનો સંદેશ પણ આપવામાં આવનાર છે.

આ ઘર-ઘર સંપર્ક અને અક્ષત દ્વારા આમંત્રણ આપવાના કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જોડાયેલું છે અને તેના કાર્યકર્તાઓ દ્વારા આ આયોજનને સફળ બનાવવાના ભગીરથ કાર્યમાં લાગેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here